સવારે ખાલી પેટે પીઓ આ ચીજનું પાણી, માખણની જેમ પીગળશે ચરબી

November 21, 2022

આજના સમયમાં સ્થૂળતા વધવાના કારણે દરેક વ્યક્તિ હેરાન છે તેમાં મોટાભાગે નવા નવા ઘરેલૂ ઉપાયો કામના છે. એવામાં તમે હળદરથી વજન ઘટાડી શકો છો. હળદરનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. હળદરનો રંગ અને સ્વાદ બંને હેલ્થ માટે સારા રહે છે. પણ શું તમને લાગે છે કે ભોજનમાં હળદરનું સેવન વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે જે વજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે. તો જાણો સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવાથી તમને શું ફાયદા મળે છે.

વજન ઘટાડવા માટે પીઓ હળદરનું પાણી
વજન ઘટાડવા માટે હળદરનું પાણી કારગર માનવામાં આવે છે, કેમકે તેમાં પોલીફેનોલ, કરક્યૂમિન કમ્પાઉન્ડ હોય છે. તેનાથી મેટાબોલિક ઈન્ફ્લેમેશનને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. એવામાં તમે રોજ સવારે હળદરનું પાણી પીઓ છો તો તમારા બોડી ફેટને ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે. રોજ સવારે હળદરનું પાણી પીશો તો ઈમ્યુનિટી મજબૂત બનશે. જો તમે વારેઘડી બીમાર થાઓ છો તો તમે હળદરનું પાણી પીઓ. તે દવાનું કામ કરશે.

કેવી રીતે બનાવશો હળદરનું પાણી
વજન ઘટાડવા માટે હળદરનું પાણી બનાવવા માટે હળદરની એક ગાંઠ લો અને સાથે 2 કપ પાણીમાં તેને ઉકાળો. હળદરની ગાંઠને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી 1 કપ ન રહે. આ પછી પાણીને ગાળી લો અને તેમાં મધ મિક્સ કરો. જો તમને વધારે ગળ્યું ન પસંદ હોય તો તમે તેમાં મીઠું અને કાળા મરી મિક્સ કરી શકો છો. હળદરનું પાણી બનાવવા માટે તમે લીલી હળદર લો અને તેનો ઉપયોગ કરો. ન કે હળદરનો પાવડર યૂઝ કરો. આ સાથે વજન ઘટાડવા માટે હળદરના પાણીનું સેવન સવારે ખાલી પેટે કરવું. તમે ઈચ્છો તો લંચમાં લીલી હળદરનું સેવન કરી શકો છો.