ગુજરાતમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો: પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ સાથે 3 ઝડપાયા

September 22, 2020

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બે કરોડથી વધુની કફ સિરપ અને ઊંઘની દવાનો વિપુલ જથ્થો કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવાધનને બરબાદ કરવા અને નશાના રવાડે ચડાવવા માટે ચાલતા મોટા કન્સાઈન્મેન્ટનો પર્દાફાશ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ સિન્ડિકેટને પકડવા પોલીસ તપાસ બાદ ચોંકાવનારા તથ્યો બહાર લાવી શકે છે.  કસ્ટડીમાં ઉભેલા આ ત્રણેય આરોપીઓ સાણંદ અને બાવળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કફ સિરપ અને ઊંઘની દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ આપતા હતા. જેના બદલામાં  ચારથી પાંચ ગણા ઊંચા ભાવ વસુલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા. જે અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસને ચોક્કસ હકીકત ધ્યાને આવતા બે શખ્સોની  અટકાયત કરી પુછપરછ કરવામાં આવી. આરોપી મહમદ સલમાન અને અલ્લાઉદીન મન્સૂરીની તપાસ કરતા તેમની પાસેથી કફ સીરપનો જથ્થો મળી આવ્યો. બાદમાં વધુ પુછપરછ કરતા આ જથ્થો ઓઢવના એક ગોડાઉનમાંથી લાવ્યા હોવાનો ખુલાસો થતા જ વધુ એક આરોપી શૈલેષ કુશવાહની પણ ધરપકડ કરવામાં આવી છે.