કોરોના અને લોકડાઉનને કારણે ગરીબ વર્ગ બન્યો વધુ ગરીબ, કમાણી થઈ ગઈ અડધી, અમીરો બન્યા વધુ અમીર
January 24, 2022

કોરોના મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ગરીબ વર્ગ પર સૌથી વધારે અસર પડી છે. આંકડાઓ પ્રમાણે તેમની આવકમાં 53 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ધનિકોની કમાણીમાં સતત વૃદ્ધિ થઈ છે. આર્થિક ઉદારીકરણ બાદથી સૌથી ગરીબ 20 ટકા ભારતીય પરિવારોની વાર્ષિક આવક 1995 બાદ સતત વધી રહી હતી પરંતુ કોરોના દરમિયાન એટલે કે, વર્ષ 2020-21માં 2015-16ની સરખામણીએ તેમાં 53 ટકાનો ઘટાડો થયો છે. આ 5 વર્ષના સમયગાળા દરમિયાન સૌથી ધનવાન 20 ટકા લોકોની વાર્ષિક ઘરેલુ આવકમાં 39 ટકાનો વધારો જોવા મળ્યો છે.
મુંબઈ સ્થિત થિન્ક ટેન્ક, પીપલ્સ રિસર્ચ ઓન ઈન્ડિયાઝ કન્ઝ્યુમર ઈકોનોમીના ICE 360 સર્વે 2021માં આ વાત સામે આવી છે. આ સર્વે એપ્રિલ અને ઓક્ટોબર 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો. પહેલા તબક્કામાં 2 લાખ ઘરો અને બીજા તબક્કામાં 42,000 ઘરોને તેમાં કવર કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ 100 જિલ્લાઓના 120 કસબાઓ અને 800 ગામડાઓમાંથી મળેલા આંકડાઓ પર આધારીત છે.
આ રિપોર્ટથી જાણવા મળે છે કે, મહામારીએ શહેરોમાં રહેતા ગરીબોને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેમની આવક ખતમ થઈ ગઈ છે. સર્વેમાં આવકના આધાર પર જનસંખ્યાને 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલી સૌથી ગરીબ 20 ટકા જનસંખ્યા, જેમની આવકમાં 53 ટકાનો ઘટાડો થયો છે. બીજા ક્રમે નિમ્ન મધ્યમ શ્રેણીની આવકમાં 32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્રીજું મધ્યમ આવક વર્ગના લોકો માટે આ ઘટાડો 9 ટકા છે. ચોથું ઉપરી મધ્યમ વર્ગમાં 7 ટકાની વૃદ્ધિ જ્યારે સૌથી ધનવાન 20 ટકા લોકોની આવકમાં 39 ટકાની વૃદ્ધિ થઈ છે.
Related Articles
પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમાલનો ઉપાય
પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમ...
May 10, 2022
હેર સ્ટ્રેટનર ખરીદતા પહેલાં રાખો આટલું ધ્યાન
હેર સ્ટ્રેટનર ખરીદતા પહેલાં રાખો આટલું ધ...
May 06, 2022
શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કારણો
શું તમારી આંખની નીચે પણ ખાડા છે, જાણો કા...
May 06, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022