કોવિડ -૧૯ના વધતા પ્રસારને કારણે ઓન્ટેરિયોમાં હમણાં છૂટછાટ નહીં મળે

September 15, 2020

  • દરરોજ કોવિડ -૧૯ના કેસમાં થઈ રહેલા વધારાને પગલા પ્રશાસન ચિંતામાં મુકાયું, સોશિયલ ડિસ્ટેન્િસિંગનો કડક અમલ કરવા તાકીદ

ટોરન્ટોઃ ઓન્ટેરિયોમાં હજુ પણ દરરોજ કોવિડ -૧૯ના કેસોમાં વધારો થતો હોવાથી સત્તાવાળાઓએ અનલોક માટેની યોજનાનો અમલ વધુ થોડા અઠવાડિયા માટે રોકી દીધો હતો. આરોગ્યમંત્રી ક્રિસ્ટીન ઈલિયટે મંગળવારે અંગે જાહેરાત કરતાં કહ્યુંં હતું કે, છેલ્લા થોડા સમયથી જે રીતે કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જોતા ઉચ્ચ શિક્ષણ માટેની શાળાઓ ફરીથી શરૂ કરવાના નિર્ણય સામે ચિંતાઓ જોવા મળી રહી છે. તેમણે એમ પણ કહ્યુંં હતું કે, નિર્ણયો ચીફ મેડીકલ ઓફિસર ડો.ડેવિડ વિલિયમ્સ અને ઓન્ટેરિયોમાં આરોગ્ય વિભાગની સલાહ બાદ લીધા છે. રીતે જો અનલોકની યોજનાને થોડા અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવે હિતાવહ છે.

ત્યારબાદ આરોગ્ય વિભાગ વધારાની છૂટછાટ આપી શકાશે. અમે વિદ્યાર્થીઓને ફરીથી શાળાએ સુરક્ષિત રીતે મોકલવા માંગીએ છીએ. લોકોના આરોગ્યની ચિંતા પણ છે. થોડા વધુ સમયના વિરામ બાદ અમે ફરીથી ખેલકુદની પ્રવૃત્તિઓને પણ ચોક્કસ નિયમો સાથે છૂટ આપી શકીશુંઅમે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમીશનને રોકવા માંગીએ છીએ. એટલે સોશિયલ ડિસ્ટન્સીંગની રીતે વધુ છૂટછાટો અત્યારે યોગ્ય નથીશાળાઓ પણ વાતાવરણ સુરક્ષિત થશે પછી ખોલી શકાશે. મંગળવારે સતત ૧૩મા દિવસે પણ ૧૦૦થી વધુ કેસો કોવિડના નોંધાયા હતા. જે ઓગસ્ટમાં બે આંકડામાં હતોઓન્ટેરિયોના પ્રિમીયર ડગ ફોર્ડે કહ્યુંં હતું કે, હજુ બીજા સ્ટેજ તરફ પાછા વળવાનું બાકી છે અને ડો. વિલીયમ્સ સાથે અમો સતત સંપર્કમાં છીએ.