કોરોનાના વધતા ખતરાને જોતા બસ, ટ્રેન બાદ ડોમેસ્ટીક ફ્લાઈટ પણ બંધ

March 23, 2020

નવી દિલ્હી  :કોરોના વાઈરસના વધતા ખતરાને જોતા બસ, ટ્રેન બાદ હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પણ રોક લગાવી દીધી છે. મંગળવારે રાત્રે 12 વાગ્યાથી આ ફ્લાઈટ્સ પર રોક લગાવવામાં આવી છે. જો કે કાર્ગો ફ્લાઈટ પર પ્રતિબંધ લાગૂ નહી થાય. એરલાઈન્સને મંગળવારે રાત્રે 12 વાગ્યા પહેલાં પોતાના ગંતવ્ય સ્થાને લેન્ડ કરવાની યોજના બનાવવી પડશે. રેલ સેવા પર પહેલાંથી જ રોક લગાવવામાં આવી ચુકી છે.

નોંધનીય છે કે દેશમાં દરરોજ લગભગ 6500 ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ઊડાન ભરે છએ અને દર વર્ષે 144.17 મિલિયન મુસાફરો મુસાફરી કરે છે. દેશમાં કોરોના વાઈરસનો કેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 434 છે. માત્ર 24 કલાકમાં 50થી વધારે દર્દીઓ સામે આવ્યા છે.

દેશમાં દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, તેલંગણાં, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશમાં કોરોના વાઈરસના કારણે 31 માર્ચ સુધી લૉકડાઉન છે. આ સિવાય ઉત્તરપ્રદેશના 16 જિલ્લાઓને 25 માર્ચ સુધી લૉકડાઉન કરવામાં આવ્યા છે.