કેનેડામાં રહેતા ભારતીયો માટે ફરી ઈ-વિઝા શરૂ

December 26, 2022

 ઓન્ટારિયો  : ભારત સરકારે 20 ડિસેમ્બર 2022થી કેનેડિયન પાસપોર્ટ ધરાવતા લોકો માટે ઈ-વિઝા સુવિધા પુનઃ શરૂ કરી દીધી છે. આ સાથે જ જે કેનેડિયન પાસપોર્ટ ધરાવતા લોકો પ્રવાસન, બિઝનેસ, મેડિકલ કે પરિષદ જેવા હેતુઓથી ભારતની મુલાકાત લેવા ઈચ્છે છે તોએ ઈ-વિઝા માટે http://indianvisaonline.gov.in/evisa/tvoa.html પર અરજી કરી શકે છે અને તેમાં જણાવેલી સૂચનાઓને અનુસરે. આ માહિતી ઓટ્ટાવા સ્થિત ભારતીય રાજદૂતાવાસે જારી કરી છે.

વર્ષ 2021ની વસતિગણતરી પ્રમાણે કેનેડામાં આશરે 18.50 લાખ ભારતીય મૂળના નાગરિક છે. તેઓ કેનેડાની કુલ સંખ્યાનો 5% હિસ્સો છે. અહીં મોટા ભાગના ભારતીયો ઓન્ટારિયો અને બ્રિટિશ કોલમ્બિયામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એલબર્ટા અને ક્યુબેકમાં પણ ભારતીયોની વસતિ વધી રહી છે. તેમણે ભારતના વિદેશ મંત્રાલયને વિનંતી કરી હતી કે યુકેમાં વિઝા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે ઈલેક્ટ્રોનિક વિઝાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે કેનેડામાં પણ આ સમસ્યાને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કેનેડામાં ભારતીય વિઝાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.  

 જે અરજદારો પોતાના જે-તે વિઝાની અરજીઓ પરત ખેંચવા માગે છે તેઓ એ માટે વેબસાઈટ http://www.blsindia-canada.com/ ની મુલાકાત લઈને ‘એપ્લિકેશન વિથડ્રોઅલ’ વિકલ્પ પસંદ કરી શકે છે.
કેનેડામાં જે લોકો બીએલેસ સેન્ટર્સ પર પ્રવાસ, બિઝનેસ, મેડિકલ કે કોન્ફરન્સ વિઝા માટે અરજી કરવા અપોઈન્ટમેન્ટ બૂક કરાવી છે તેઓ હવે ઈ-વિઝા માટે અરજી કરી શકે છે. આ રીતે તેમના અપોઈન્ટમેન્ટ સ્લોટ્સ ખાલી/રદ થવાથી એ સ્લોટ્સ અન્યોને વિઝા/કોન્સુલર સેવાઓ માટે ઉપલબ્ધ થઈ શકશે.