ભૂકંપના આંચકાથી ધ્રુજ્યુ પાકિસ્તાન : ઈસ્લામાબાદમાં 6.3ની તીવ્રતાનો આંચકો

January 29, 2023

પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.3 માંપવામાં આવી
ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, તો ઈસ્લામાબાદમાં પણ જોરદાર ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. રાવલપિંડીમાં પણ ભૂકંપની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાંના વહિવટી તંત્ર દ્વારા લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.3 માંપવામાં આવી છે. ભૂકંપની કેન્દ્ર તજાકિસ્તાનમાં 150 કિલોમીટર જમીનની અંદર હોવાનું જણાવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.


ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં શનિવારે રાતે 5.9ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો હતો. એક અહેવાલ અનુસાર ભૂકંપને કારણે ઈરાનની એક પ્રાંતીય રાજધાનીમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. ઈરાની મીડિયા અને યુરોપિયન ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર (EMSC) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.

જોકે ઈરાનના એક મીડિયા અનુસાર કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી મળ્યા નથી. જોકે એક અહેવાલોમાં અધિકારીઓના હવાલાથી એવો દાવો કરાયો હતો કે અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં ભૂકંપને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 440થી વધુ લોકો ઘવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પણ 10 કિલોમીટર ઊંડે હોવાનું જણાવાયું છે.