પહેલી એપ્રિલથી જીએસટીનું સરળ રિટર્ન

February 02, 2020

અમદાવાદ : પહેલી એપ્રિલ 2020થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માટેનું સરળ રિટર્ન અમલમાં મૂકવાની જાહેરાત આજે કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામને સંસદમાં બજેટ રજૂ કરતાં કરી હતી.

અત્યારે સરળ રિટર્નની ટ્રાયલ ચલાવવામાં આવી રહી છે. પરિણામે તેને સરળતાથી અમલી બનાવી શકાશે. એસએમએસની મદદથી પણ આ રિટર્ન ફાઈલ કરી શકાશે. તે જ નિર્ધારિત સમય પહેલા પણ આ રિટર્ન ફાઈલ થઈ શકે તેવી જોગવાઈ લાવવામાં આવશે. 

માનવ હસ્તક્ષેપ વિના ઓટોમેટિક આ રિટર્ન ફાઈલ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ રિટર્નની મદદથી ડમી વેપારીઓ કે કંપનીઓને કે અસ્તિત્વ ન ધરાવતા નામશેષ કરવામાં પણ મદદ મળશે. આ રિટર્નની સિસ્ટમ સાથે જ રિફંડ આપવાની પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી છે. 

આ સિસ્ટમ હેઠળ વેપારી દ્વારા બિલ બનાવવામાં આવે તે માટે એક્ટિવ ક્યૂઆર કોડનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે. આ ક્યૂઆર કોડની મદદથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જમા કરાવવામાં આવશે ત્યારે જ જીએસટીના નિયમો અંગેની જાણકારી આપવામાં આવશે. 

આ સાથે જ ગ્રાહકો પણ દરેક ખરીદી માટે બિલ માગતા થાય તે માટે ગ્રાહકોને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રી રોકડ ઇનામની પ્રથા પણ દાખલ કરવાનો વિચાર કરી રહ્યા છે. આ અંગેનો નિર્દેશ તેમણે આજે રજૂ કરેલા બજેટ દરમિયાન આપ્યો પણ હતો. ઇન્વોઈસ અપલોડ થતાંની સાથે જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગેના ઇ-મેઈલ પણ મળતા થઈ જશે.  

ટેક્નોલોજીનો ઉપયોગ કરીન ેએક કેન્દ્રિત સ્થળ મહત્વની માહિતી સાથો રાખવાનું આયોજન પમ કરવામાં આવી રહ્યું છે. આ સિસ્ટમ આગામી બે મહિનામાં અમલમાં મૂકી દેવામાં આવશે.