રોજ ખાશો આ ચીજો તો ક્યારેય નહીં રહે કબજિયાત

June 26, 2022

કેટલીક ચીજોને રોજના ડાયટમાં સામેલ કરી લેવાથી પેટ સંબંધી તકલીફોને દૂર કરી શકાય છે. બદલાતી લાઈફસ્ટાઈલના કારણે અનેક લોકોને તમામ પ્રકારની ફરિયાદો રહે છે. તેમાં પેટ સંબંધી મુશ્કેલીઓ પણ સામેલ છે. ખરાબ ખાન પાનના કારણે અનેક લોકો બહારનું ખાવાનું ખાવા મજબૂર બને છે. તેના કારણે તેમને ગેસની તકલીફ થવા લાગે છે. તો જાણો કેવી રીતે આ સમસ્યામાંથી રાહત મેળવી શકાશે.

રોજ પીઓ 8 ગ્લાસ પાણી
પાણી શરીરને માટે જરૂરી તત્વ છે. આ કારણે દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું. તેના સેવનથી કબજિયાતની ફરિયાદ પણ દૂર થાય છે. બોડીને હાઈડ્રેટ રાખવામાં પાણી ફાયદો કરે છે. ગરમીમાં ખાસ કરીને આટલું પાણી શરીર માટે જરૂરી છે.

ફાઈબર વાળી ચીજોનું કરો સેવન
જે લોકોને પેટમાં હંમેશા ગેસ બને છે અને કબજિયાત જેવું અનુભવાય છે તેઓએ પોતાના ડાયટમાં પણ ફેરફાર કરવાનો રહેશે. વધારે ને વધારે ફાઈબર વાળી ચીજોનું સેવન કરવાથી તમે રાહત અનુભવી શકશો. જવ, વટાણા, મસુર, લીંબુ અને સફરજન પણ સામેલ છે.

બદામ અને બેરીઝ પણ અચૂક ખાઓ
આ સિવાય ગેસ બનવાની ફરિયાદને બદામના સેવનથી દૂર કરી શકાય છે. આ સિવાય બેરીઝનો ઉપયોગ પણ ફાયદો આપે છે. આ કારણે તેનું સેવન કરવું જોઈએ. કેમકે તેના સેવનથી પેટ સંબંધી કોઈ પણ પ્રકારની ફરિયાદને દૂર કરી શકાય છે.