શ્રીલંકામાં આર્થિક સંકટઃ વડાપ્રધાન રાજપક્ષેએ આપ્યું રાજીનામુ
May 09, 2022

કોલમ્બો- આર્થિક સંકટ વચ્ચે ઘેરાયેલા શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ આજે રાજીનામુ આપી દીધું છે. વિપક્ષ દ્વારા વચગાળાની સરકાર બનાવવાની થઈ રહેલી માંગણી સામે ઝુકીને આખરે તેમણે રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે.
વિરોધ પક્ષો સરકાર પર સતત દબાણ કરી રહ્યા હતા જ્યારે બીજી તરફ મહિન્દા રાજપક્ષે પર તેમની પાર્ટીમાંથી પણ રાજીનામુ આપવા માટે દબાણ વધી રહ્યુ છે. તેમના પોતાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પણ ઈચ્છી રહ્યા હતા કે, મહિન્દા રાજપક્ષે રાજીનામુ આપે.
જોકે તેમણે સીધી રીતે આ બાબતે કોઈ નિવેદન નહોતું આપેલું પણ સૂત્રોનું કહેવુ છે કે, રાષ્ટ્રપતિ ઈચ્છી રહ્યા હતા કે, પીએમ રાજીનામુ આપે જેથી દેશમાં એક સર્વપક્ષીય સરકાર બનાવી શકાય. દરમિયાન પીએમ મહિન્દા રાજપક્ષેએ પણ કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન પદેથી રાજીનામુ આપવા માટે સંમતિ બતાવેલી. આ પહેલા પણ તેઓ કહી ચુકેલા કે, જરૂર પડે તો હું રાજીનામુ આપવા માટે તૈયાર છું.
શ્રીલંકાના સત્તાધારી જોડાણના અસંતુષ્ટ નેતા દયાસીરી જયશેખાનુ માનવું હતું કે, શક્ય છે કે મહિન્દારાજપક્ષે પોતાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટબાયા પર રાજીનામાનો નિર્ણય છોડી દે અથવા તો જાતે જ રાજીનામુ આપી દે. આખરે તેમણે રાજીનામુ આપી દીધું છે પરંતુ આર્થિક સંકટનો ઉકેલ લાવવામાં આ રાજીનામુ કોઈ કામ નહીં લાગે.
Related Articles
દુનિયા પાસે 70 દિવસ ચાલે તેટલો જ ઘઉંનો જથ્થો, બધાની નજર હવે ભારત તરફ
દુનિયા પાસે 70 દિવસ ચાલે તેટલો જ ઘઉંનો જ...
May 22, 2022
ફિનલેન્ડના નાટોમાં સામેલ થવાના પ્રસ્તાવથી રશિયા નારાજ : ગેસ સપ્લાય બંધ કર્યો
ફિનલેન્ડના નાટોમાં સામેલ થવાના પ્રસ્તાવથ...
May 22, 2022
અફઘાનિસ્તાનમાં મહિલા ટીવી એન્કરો મોઢું ઢાંકે : તાલિબાની ફરમાન
અફઘાનિસ્તાનમાં મહિલા ટીવી એન્કરો મોઢું ઢ...
May 22, 2022
રશિયાના બોમ્બમારામાં ડોનબાસ સંપૂર્ણ તબાહ : ઝેલેન્સ્કી
રશિયાના બોમ્બમારામાં ડોનબાસ સંપૂર્ણ તબાહ...
May 21, 2022
ભાગેડું મેહુલ ચૌકસીને ડોમિનિકા તરફથી મળી રાહત
ભાગેડું મેહુલ ચૌકસીને ડોમિનિકા તરફથી મળી...
May 21, 2022
સમગ્ર વિશ્વમાં 27 કરોડ લોકો ભૂખમરાની કગાર ઉપર : સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી
સમગ્ર વિશ્વમાં 27 કરોડ લોકો ભૂખમરાની કગા...
May 20, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022