સંસદમાં આર્થિક સર્વે રજૂ:2023-24માં વિકાસદર 6.5% સુધી રહેવાનો અંદાજ, છેલ્લાં 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ

January 31, 2023

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વે રજૂ કર્યો છે. 2023-24માં વિકાસદર 6-6.8% સુધી રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ છેલ્લાં 3 વર્ષમાં સૌથી ધીમો ગ્રોથ હશે. જ્યારે નોમિનલ જીડીપીનો અંદાજ 11% લગાવવામાં આવ્યો છે. FY 23 માટે રિયલ GDPનો અંદાજ 7% છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. સર્વે મુજબ PPP (પરચેસિંગ પાવર પેરિટી)ના મામલામાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને એક્સચેન્જ રેટના મામલામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

GDP એ અર્થતંત્રના હેલ્થને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાતાં સૌથી કોમન ઈન્ડિકેટર્સમાંનું એક છે. દેશમાં GDP એક સ્પેસિફિક સમયગાળામાં ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓના મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં વિદેશી કંપનીઓ જે દેશની સીમામાં રહીને ઉત્પાદન કરે છે, તેઓ પણ સામેલ છે. જ્યારે અર્થતંત્ર હેલ્ધી હોય છે ત્યારે બેરોજગારીનો સ્તર સામાન્ય રીતે ઓછો હોય છે.