Yes Bankનાં પુર્વ સીઇઓ રાણા કપૂરનાં મુબઇ સ્થિત ઘર પર ઇડીનાં દરોડા

March 07, 2020

મુબઇ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની એક ટીમ, મુંબઇના વરલીમાં આવેલા યસ બેંકના ભૂતપૂર્વ સીઈઓ રાણા કપૂરના ઘરે (સમુદ્ર મહલ) દરોડા પાડી રહી છે.

યસ બેંક ફડચામાં જતાં તેની તપાસ માટે આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ પહેલા ઇડીએ મની લોન્ડરિંગના કેસ અને ગેંગસ્ટર ઇકબાલ મિર્ચી સાથેના સંબંધને લઇને કપિલ વાધવનની ધરપકડ કરી હતી.

એક અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે ઈડી પૂર્વ ઇડીના સીઈઓ રાણા કપૂરના ઘરે દરોડા પાડી રહી છે. ઇડીના અધિકારી રાણા કપૂરને બેંક દ્વારા DHFLને આપવામાં આવેલી લોન અંગે પૂછપરછ કરી રહ્યા છે. નિર્મલા સીતારામણે DHFL નું નામ લીધા બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.