ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ, 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ સબસિડી

June 22, 2021

ગાંધીનગર : ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં મળનારી સબસીડીની માહિતી આપી હતી. જેમાં 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી

  • ગુજરાત રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સૌને સમાન તક મળે છે.
  • આજે નવી પોલિસી શરૂ કરીએ છે
  • ઇલેક્ટ્રિક વહિકલ વધારે લોકો વાપરતા થાય
  • પેટ્રોલ ડીઝલ ઓછો વપરાશ થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી
  • ઇલેક્ટ્રિક વહિકલથી પ્રદુષણ ઓછું થાય છે.
  • ગુજરાત પહેલુ રાજ્ય બનશે જે આવનારા 4 વર્ષ માટે અમલ બનશે
  • લોકો માટે ઈલેકટ્રીક વ્હીકલ બને તે ઉદ્દેશ્ય મહત્વનો છે.
  • સરકાર 2 વ્હિલર, 3 વ્હિલર અને ફોર વ્હીલર પર ભાર આપે છે
  • આ પોલીસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે
  • 2 વ્હીલર માટે 20 હજાર, 3 વ્હીલર માટે 50 હજાર અને ફોર વ્હીલર માટે દોઢ લાખની સબસીડી મળશે
  • વાહન ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે
  • સરકાર ચાર્જિંગ સ્ટેશન પર પણ સબસીડી આપશે
  • આ માટે અલગ અલગ હોટેલો પર ચાર્જિંગ ઓપ્શન માટે વિચારણા હાથ ધરાઈ છે
  • 500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે
  • સરકારની હાલની ધારણા પ્રમાણે 1.25 લાખ ટુ વ્હીલર, 75 હજાર રીક્ષા અને 25 હજાર કારથી શરુઆત કરવાની ઈચ્છા છે
  • સબસીડીમાં પ્રતિ કિલો વોટ સબસીડાઈઝ કરાશે
  • હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજુરી અપાઈ છે અને આગળ જતાં 250ને અપાશે
  • બેટરી સ્વેપિંગ સ્ટેશનને પ્રોત્સાહન અપાશે
  • રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતાં ઉદારતા પૂર્વક જાહેરાત કરી છે.
  • સબસીડી આપનારુ ગુજરાત પ્રથમ રાજ્ય બનશે
  • મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપની પણ પ્રોડક્શન શરુ કરી દેશે ​​