ઓન્ટેરિયોમાં ઈમરજન્સી અને સ્ટે એટ હોમની જોગવાઈ વધુ ૧૪ દિવસ માટે લંબાવાઈ

February 01, 2021

  • ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેકશન એકટ હેઠળ જાહેરાત કરાઈ
  • જાહેર મેળાવડાઓ અને સામાજિક સત્કાર સમારંભમાં હાજરીની મર્યાદા પાંચ વ્યકિતની કરી દેવાઈ

ટોરોન્ટો :ઓન્ટેરિયોએ પ્રાંતમાં સત્તાવાર રીતે ઈમરજન્સી અને એને લગતા તમામ આદેશોના અમલને વધુ ૧૪ દિવસ માટે લંબાવ્યા છે. જેમાં સ્ટે એટ હોમનો પણ સમાવેશ થાય છે. ઈમરજન્સીની જાહેરાત ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેકશન એકટ (ઈએમસીપીએ) અંતર્ગત ૧રમી જાન્યુઆરીએ કરવામાં આવી હતી અને એનો અમલ હવે ૯મી ફેબ્રુઆરી સુધી રહેશે જાહેરાતની અપેક્ષા તો ડગ ફોર્ડના ૧રમી જાન્યુઆરીના ઈમરજન્સી વધુ ર૭ દિવસ લંબાવવાના નિવેદન બાદ હતી. ઓન્ટેરિયોમાં ઈમરજન્સીનો અમલ કાયદેસર રીતે લંબાવવાનું ૧૪ દિવસ બાદ શરૂ કરાશે. જે મુજબ સ્ટે એટ હોમનો અમલ પણ મંગળવારે પુરો થઈ ગયો હતો. જે તે બાદ અગાઉની તમામ જોગવાઈનો અમલ લંબાવાયો છેફોર્ડે વાતનો સંકેત આપતા ૧રમી જાન્યુઆરીએ કહ્યુંં હતું કે સ્ટે એટ હોમને વધુ એકવાર લંબાવવામાં આવશે.

સરકારે કોવિડ -૧૯ના કેસોમાં વધારો થવાને પગલે ઈમરજન્સીની જાહેરાત કરવાનું નક્કી કર્યું હતુ. જે ઓન્ટેરિયોવાસીઓ સ્ટે એટ હોમના આદેશનો ભંગ કરતા પકડાશે તેમને રીઓપનીંગ ઓન્ટેરિયો એકટ અને ઈએમપીસીએ અંતર્ગત દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે આદેશ મુજબ જાહેર મેળાવડાઓ અને સામાજિક સત્કાર સમારંભમાં હાજરીની મર્યાદા પાંચ વ્યકિતની કરી દેવાઈ છે. આજથી એક વર્ષ પહેલા ઓન્ટેરિયોમાં કોવિડ-૧૯નો પહેલો કેસ નોંધાયો હતો. જેમાં એક પ૬  વર્ષીય વ્યકિત ટોરોન્ટોની સનીબ્રુક હોસ્પિટલમાં ન્યુમોનિયાના માઈલ્ડ કેસના દર્દી તરીકે દાખલ થયો હતો. ડોકટરોએ એનો એકસ રે અને એની તાજેતરની ચીનની યાત્રાને ધ્યાનમાં રાખીને એને એડમીટ કર્યો હતો.

જે બાદ સત્તાવાર રીતે વુહાન નોવેલ કોરોના વાઈરસના પહેલા કેસ તરીકે રપમી જાન્યુઆરી, ર૦ર૦ના રોજ જાહેરાત કરાઈ હતી. સરકારે જાહેર કરેલા નવા લોકડાઉનની મુદત ૧૧મી ફેબ્રુઆરી સુધીની છે. જો જરૂર જણાય તો પ્રાંતીય સરકાર એને લંબાવી પણ શકશે. તે માટે જે તે સરકારને સત્તા આપી દેવાઈ છે.