ઈંગ્લેન્ડે વન-ડેમાં તોડ્યો સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ, વિશ્વની કોઈ ટીમ તેની આસપાસ પણ નથી
June 17, 2022

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે વન-ડેની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે આ મોટું કારનામું કર્યું છે.
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પ્રથમ વનડેમાં આવી તોફાની બેટિંગ કરીને એક પછી એક ઘણા રેકોર્ડ તોડ્યા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 498 રન બનાવીને વન-ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા વન ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે વર્ષ 2018માં નોટિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામે 481 રન બનાવ્યા હતા, આ ઈનિંગ પહેલા સુધી આ વર્લ્ડ રેકોર્ડ હતો.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને 498 રનના સ્કોર સુધી પહોંચાડવામાં 3 બેટ્સમેનોનો મોટો હાથ હતો, ત્રણેય ખેલાડીઓએ સદી ફટકારી હતી. ઓપનર ફિલ સોલ્ટે 93 બોલમાં 122 રન બનાવ્યા, ત્યારબાદ ડેવિડ મલાને પણ 109 બોલમાં 125 રન બનાવ્યા. જ્યારે, જોસ બટલરની 70 બોલમાં 162 રનની ઈનિંગે ખળભળાટ મચાવ્યો હતો.
Related Articles
ગુરૂવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20
ગુરૂવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ...
Jul 06, 2022
India Vs West Indies: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે BCCI દ્વારા ટીમ ઈન્ડિયાનુ એલાન
India Vs West Indies: વેસ્ટ ઈન્ડિઝ પ્રવા...
Jul 06, 2022
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની શરમજનક હાર:પાંચમી ટેસ્ટમાં 7 વિકેટથી અંગ્રેજોએ માત આપી
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની શરમજનક હાર:પાંચ...
Jul 05, 2022
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત, મહિલા ખેલાડીઓને પણ પુરૂષ ક્રિકેટરોના સમાન વેતન મળશે
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત...
Jul 05, 2022
IND VS ENG LIVE:ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ, ભારતની બીજી ઈનિંગ 245 રનમાં સમેટાઈ
IND VS ENG LIVE:ઈંગ્લેન્ડને 378 રનનો ટાર...
Jul 04, 2022
જાડેજાએ ઇંગ્લેન્ડમાં ફટકારેલી સદીને સૌથી શાનદાર ગણાવી
જાડેજાએ ઇંગ્લેન્ડમાં ફટકારેલી સદીને સૌથી...
Jul 04, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022