Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

ઇંગ્લેન્ડના કેપ્ટન રૂટે ભારતને ગણાવી દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ

January 26, 2021

નવી દિલ્હી : ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે, ભલે જ તેમણે શ્રીલંકામાં 2-0થી સિરીઝ જીતી લીધી હોય, પરંતુ તેમને ભારતને તેની જમીન પર હરાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ચેન્નાઈમાં 5 ફેબ્રુઆરીથી શરૂ થનારી સિરીઝથી પહેલા રૂટે ભારતને ‘પોતાની ધરતી પર દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ’ ગણાવી છે. શ્રીલંકામાં પહેલી અને બીજી ટેસ્ટ મેચમાં ક્રમશ: 228 અને 186 રનની મેચ જીતાડનારી ઇનિંગ રમનારા રૂટે કહ્યું કે, ભારતની વિરુદ્ધ સિરીઝ માટે તે ઘણો ઉત્સાહિત છે.

પોતાની ધરતી પર ભારત દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ 
રૂટે શ્રીલંકાની વિરુદ્ધ બીજી ટેસ્ટ ખત્મ થયા બાદ કહ્યું કે, “અમારે એ ટીમ સામે 4 ઘણી જ મહત્વપૂર્ણ મેચો રમવાની છે, જે ખરેખર પોતાની ધરતી પર દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે.” તેણે કહ્યું કે, “અમારે ત્યાં જીત મેળવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે, કેમકે ભારતને પડકાર આપવા માટે આનાથી સારું કંઈ નહીં હોય.” ઇંગ્લેન્ડની ટીમે મેદાન પર ઉતરતા પહેલા ચેન્નાઈ પહોંચ્યા બાદ ક્વોરન્ટાઇનમાંથી પસાર થવું પડશે.

બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરના પુનરાગમનથી ફાયદો થશે
રૂટે કહ્યું કે, તેને ભરોસો છે કે શ્રીલંકાની વિરુદ્ધ મળેલી જીતથી તે મજબૂત ભારતીયોના પડકારને પહોંચી વળવા માટે સારી લયમાં હશે. તેણે કહ્યું કે, અમારે 7 કે 8 દિવસ ક્રિકેટ વગર પસાર કરવા પડશે. 6 દિવસ ક્વોરન્ટાઇનમાં અને પછી ત્રણ મહત્વપૂર્ણ દિવસ સિરીઝથી પહેલાની તૈયારીઓમાં.” તેણે કહ્યું કે, “પરંતુ આ મેચોમાં જીતના કારણે અમારો આત્મવિશ્વાસ વધ્યો છે.” ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતની 2 ટેસ્ટ મેચોમાં ભારતની સામે જોની બેયરસ્ટો વગર ઉતરશે, તો જોસ બટલર પણ ટીમની પ્લેયર મેનેજમેન્ટ પોલિસી અંતર્ગત પહેલી મેચ બાદ સ્વદેશ પરત ફરશે. રૂટે કહ્યું કે, ઇંગ્લેન્ડને બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરના પુનરાગમનથી ફાયદો થશે, જેમને શ્રીલંકા સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો.