જયલલિતાના વફાદાર મનાતા શશિકલાની તામિલનાડુના રાજકારણમાં એન્ટ્રી

October 16, 2021

તામિલનાડુ- તામિલનાડુની રાજનીતિમાં AIDMKના પૂર્વ મહાસચિવ અને દિવગંત મુખ્યમંત્રી જયલલિતાના વફાદાર મનાતા શશીકલાની એન્ટ્રી પડી છે.
પાર્ટીના પચાસમાં સ્થાપના દિવસના એક દિવસ પહેલા ચેન્નાઈમાં શશિકલા જયલલિતાના સ્મારક પર શ્રધ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાં તે પોતાના આંસુનો રોકી શક્યા નહોતા.
શશીકલાની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે AIDMK ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. સત્તારૂઢ DMK પાર્ટીએ નવ જિલ્લામાં જીત મળેવી છે. 153 જિલ્લા પંચાયત વોર્ડમાં ડીએમકે 139 બેઠકો જીતી છે.


શશિકલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.શશીકલાએ જેલમાંથી છુટયા બાદ તે સમયે કહ્યુ હતુ કે, હું રાજનીતિથી દુર રહેવા માંગુ છું.જોકે AIDMK વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ શશીકલા ફરી રાજનીતિમાં ઝુકાવી શકે છે.


ઉલ્લેખનીય છે કે, શશિકલાને આવકથી વધારે સંપત્તિના કેસમાં ચાર વર્ષની સજા થઈ હતી અને બેંગ્લોર જેલમાંથી તે જાન્યુઆરી મહિનામાં મુક્ત થયા હતા.