ટીમ વર્લ્ડને 13-11ના સ્કોરથી હરાવીને યુરોપે પાંચમી વખત લેવર કપ
September 24, 2024
સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ યુરોપે લેવર કપને પોતાના નામે કરી લીધો હતો. ટીમ યુરોપે ટીમ વર્લ્ડને 13-11ના સ્કોરથી પરાજય આપ્યો હતો. 21 વર્ષીય અલ્કારાઝે રવિવારે મોડી રાત્રે છેલ્લી મેચમાં ટેલર ફિત્ઝને 6-2, 7-5થી હરાવ્યો હતો.
ટીમ યુરોપે પાંચમી વખત લેવર કપ જીત્યો છે. આ પહેલાં યુરોપે ત્રણ વર્ષ પહેલાં 2021માં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. સુકાની બોર્ગે પોતાના હરીફ, નજીકના મિત્ર તથા ટીમ વર્લ્ડના સુકાની જોન મેકેનરો સામે 5-2ના રેકોર્ડ સાથે પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો.
ટૂર્નામેન્ટના ત્રીજા અને અંતિમ દિવસે ટીમ યુરોપ 4-8ના સ્કોરથી પાછળ હતી. અલ્કારાઝ અને કાસ્પર રુડની જોડીએ ડબલ્સ મેચમાં બેન શેલ્ટન તથા ફ્રાન્સિસ ટિયાફો સામે 6-2, 7-5થી વિજય હાંસલ કરીને સ્કોર 7-8નો કર્યો હતો. ડિમિટ્રોવ બેન શેલ્ટન સામે સિંગલ્સની મેચમાં 7-6, 5-7, 7-10થી હારી જતા ટીમ વર્લ્ડ 11-7ના સ્કોરથી આગળ થઈ હતી. ઝેવરેવે અને અલ્કારાઝે પોતપોતાની સિંગલ્સ મેચ જીતીને છ પોઇન્ટ મેળવ્યા હતા. ઝેવરેવેએ ટિયાફોને 6-7, 7-5, 10-5ના સ્કોરથી તથા અલ્કારાઝે નિર્ણાયક મેચમાં ફિત્ઝને 6-2, 7-5થી હરાવીને ટીમને 13-11ના સ્કોરથી જીતાડી દીધી હતી.
Related Articles
IND vs BAN: વર્ષ 1877થી પહેલીવાર... ભારતીય ટીમે પોતાના નામે કર્યો ઐતિહાસિક રેકૉર્ડ
IND vs BAN: વર્ષ 1877થી પહેલીવાર... ભારત...
6,0,6,6,6,4... કાંગારૂઓના સ્ટાર બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, લાઇન લેંથ જ ભૂલ્યો
6,0,6,6,6,4... કાંગારૂઓના સ્ટાર બોલરના ન...
Sep 28, 2024
ફરી એક વખત રિટાયરમેન્ટ પાછું ખેંચશે સ્ટોક્સ, રોહિતની વાત સાચી પડી
ફરી એક વખત રિટાયરમેન્ટ પાછું ખેંચશે સ્ટો...
Sep 25, 2024
પાકિસ્તાનનો નવો 'રાવલપિંડી એક્સપ્રેસ'; રનઅપ, બોલિંગ એક્શન પણ શોએબ અખ્તર જેવી
પાકિસ્તાનનો નવો 'રાવલપિંડી એક્સપ્રેસ'; ર...
Sep 23, 2024
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા, 97 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે બે ગોલ્ડ મેડલ જી...
Sep 23, 2024
'પંત અને બુમરાહને કોઈ ઈજા ન થવી જોઈએ...' પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કેમ આપી આવી અગમચેતી?
'પંત અને બુમરાહને કોઈ ઈજા ન થવી જોઈએ...'...
Sep 23, 2024
Trending NEWS
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
02 October, 2024
Oct 01, 2024