આખરે એક જજ પોતાની ફરિયાદ ક્યાં નોંધાવે?' મહિલા જજએ સુપ્રિમ કોર્ટની સામે કર્યો સવાલ, જાણો શું છે સમગ્ર ઘટના
January 28, 2022

મધ્ય પ્રદેશમાં એક મહિલા જજના યૌન ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ તો સીનિયર એડવોકેટ ઈંદિરા જયસિંહે કોર્ટને જણાવ્યું કે, કાર્યસ્થળ પર યૌન ઉત્પીડનની ફરિયાદ માટે નીચલી અદાલતોમાં પણ મહિલા જજ પાસે કોઈ ઉચિત મંચ જ નથી. કોર્ટ્સમાં ફક્ત કર્મચારીઓ અને અધિકારીઓ માટે કમિટી બનેલી છે. જજો માટે આવી કોઈ સ્થાયી વ્યવસ્થા નથી. હકીકતે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં જિલ્લા અદાલતમાં મહિલા જજે પોતાના એક સીનિયર પર દુર્ભાવનાથી કામ કરવાનો અને યૌન ઉત્પીડનનો આરોપ લગાવીને સેવામાંથી ત્યાગપત્ર આપી દીધો હતો.
ઈંદિરા જયસિંહની આ દલીલ બાદ ચીફ જસ્ટિસ એનવી રમણાએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ ઘટના અંગે ડિટેઈલમાં રિપોર્ટ મોકલે. હાઈકોર્ટે તપાસ માટે 2 જજની કમિટી બનાવી હતી પરંતુ ફરિયાદકર્તા જજ તેનાથી અસંતુષ્ટ જણાયા માટે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
પીડિત મહિલા જજે એ આધાર પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે, આવી ઘટના સંજ્ઞાનમાં આવ્યા બાદ ઈન હાઉસ તપાસ કમિટી બનાવવાની અને પારદર્શી તપાસ કરાવવાની નિર્ધારીત પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે મહિલા જજની વાત સાંભળી તો 2 જજની કમિટી ખારિજ કરીને 3 જજની નવી કમિટીને તપાસની જવાબદારી સોંપી.
ઈંદિરા જયસિંહે કોર્ટને જણાવ્યું કે, તે કમિટીએ પણ ના પુરાવા એકઠા કર્યા, ના નિવેદનના આધાર પર ક્રોસ એક્ઝામિનેશન એટલે કે, તમામ આરોપીઓ અને કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોને મળીને તેમની ઉલટતપાસ કરી. કમિટીએ કહી દીધું કે, તથ્ય પૂરા અને સંતોષજનક નહોતા.
Related Articles
બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે, રાજ ઠાકરેના ઉધ્ધવ ઠાકરે પર પ્રહારો
બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે...
May 22, 2022
બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ પાર્ટીથી નારાજ હોવાથી ટીએમસીમાં જોડાયા
બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ પા...
May 22, 2022
IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્ડી જાણી CBI પણ ચોંકી ગયું
IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્...
May 22, 2022
દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ, 65 લોકોનાં મોત
દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ,...
May 22, 2022
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં ઈમરાનખાને વખાણ કર્યા
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં...
May 22, 2022
દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવી દીધું ગેસ ચેમ્બર
દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવ...
May 22, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022