એર કેનેડાના ટેમ્પરેચર ચેકીંગથી અંગતતા સામે ખતરો હોવાનો નિષ્ણાંતોનો મત

May 16, 2020

ટોપી : કોરોનાના ચેપને અટકાવવા તમામ પ્રવાસીઓને ચેકીંગની વ્યવસ્થા ગોઠવાશે

હેડીંગ : પેટા : શરીરના તાપમાનને આધારે પ્રવાસીને શંકાસ્પદ દર્દી ગણી શકાય નહીં

ટોરન્ટો : કોવિડ -૧૯ને કારણે એર કેનેડાના બધા પ્રવાસીઓની સુરક્ષા માટે ટેમ્પરેચર ચકીંગ કરાશે. જેથી કોરોનાના ચેપની શકયતા ઓછી થઈ જાય. જો કે, નિષ્ણાંતોના મતે ફરજિયાત ટેમ્પરેચર ચેક દરેકની પ્રાઈવસી સામે ખતરો આવી શકે છે અને એટલી અસરકારક પણ નથી.કેમકે કેનેડાના ટોચના ડોકટરોએ પણ કહ્યુંં હતું કે તાપમાન ચેક એટલે કે ટેમ્પરેચર ચેકથી કોરોનાના સાચા દરદીને અસરકારક રીતે શોધી નથી શકાતા.સરકાર પણ એરલાઈન્સને ચેકને ફરજિયાત રાખવા નથી કહી રહી.ઓન્ટારીયોના ભૂતપૂર્વ માહિતીકમિશ્નર એન કાવોઉકીયાનેકહ્યુંં હતું કે,' એર કેનેડાના પગલાએ એને ઉત્તર અમેરિકાની એવી પહેલી એર લાઈન બનાવી છે જેણે એરપોર્ટ ઉપર ટેમ્પરેચર ચેકને ફરજિયાતબનાવ્યુ છે જે ખરેખર હાસ્યાસ્પદ તો છે પરંતુ એથી વધુ તો અત્યાચાર જેવું છે.જો હું અત્યારે કમિશ્નર હોત તો એર કેનેડાને એમ પુછીને ભીંસમાં લેત કે  લોકોની અંગતતાને જોખમમાં મુકવાનો અધિકાર તમને કોણે આપ્યો છેએર કેનેડાએ કોરોનાને કારણે અંદાજે એક બિલીયન ડોલરની ખોટ ખાધી હોવાથી હવે પોતાની સેવાઓ ઝડપથી ફરી શરૂ કરવા ઉત્સુક છે જે આગામી જુન માસથી શરૂ થઈ શકશે જેથી વધુ આથર્કિ નુકસાનથી બચી શકાય. જયાં સુધી કોરોના વાઈરસના દર્દીઓને ઓળખવા માટેના લક્ષણોેમાં પણ હજુ કોઈ ચોક્કસતા જોવા મળી નથી. માત્ર શરીરના તાપમાનને આધારે વ્યકિતને કોરોનાના શંકાસ્પદ ગણી શકાય નહીં. તેમ છતાં એર કેનેડાએ ટેમ્પરેચર ચેકને ફરજિયાત કરીને નવો વિવાદ ઉભો કર્યો છે.