સાન ફ્રાંન્સિસ્કો સિવાય ટોરોન્ટો અને વાનકુંવરમાં મકાનોના ભાડામાં થઈ રહેલો ઘટાડો

October 10, 2020

  • ઓનલાઈન શિક્ષણ ઉપરાંત વિદેશીઓની સંખ્યા ઘટતાં મકાનની જરૂરિયાત પણ ઘટી,
  • અન્ય પ્રાંતથી વિપરીત બ્રિટીશ કોલંબિયાના એબોસ્ટફોર્ડ અને વિકટોરીયા જેવા શહેરોમાં મકાન ભાડામાં ૧પ ટકાનો વધારો જોવા મળ્યો

ઓન્ટેરિયો : કોવિડ -૧૯ની મહામારીને કારણે લોકો જયાં કામ મળતું હોય ત્યાં રહેવા ગયા હોવાથી આવનારા વર્ષો કેનેડાના મોટા શહેરોના મકાન માલિકો માટે કપરાં બને એવી શકયતા છે. તેમ છતાં બીજાક્રમના લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શહેરોમાં મકાન ભાડે આપનારાઓને સારી ડીલ મળવાની પણ શકયતાઓ જોવા મળી રહી છે. કેનેડાના મોટા શહેરોમાં ભાડાનો દર ઘટી રહ્યોે હતો. કેમ કે, હજારો કેનેડીયનો ઘરેથી કામ કરતા હતા અને વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા. જેને કારણે કેનેડામાં આવનારા વિદેશીઓનું પ્રમાણ પણ ઓછું થઈ રહયું હતું. જેથી ભાડાના મકાનોની જરૂરીયાત ઓછી થઈ ગઈ હતી. ટોરોન્ટો અને વાનકુંવરમાં મહામારી શરૂ થઈ એ મહિનાથી જ મકાનોના ભાડા ઓછા થઈ રહ્યા હતા. હવે એ દોર નોર્થ અમેરિકાના શહેરોમાં પણ જોવા મળી રહ્યોે છે. અમેરિકાની એપાર્ટમેન્ટ રેન્ટલ સાઈટ ઝમ્પર અને એની કેનેડીયન બ્રાંડ પેડમેપરના અહેવાલ મુજબ ઉત્તર અમેરિકન ભાડાઓ મુજબ વાનકુંવરે બીજા ક્રમનો ઘટાડો દર્શાવ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૧૪.૧ ટકા જેટલો એટલે કે ર૭પ૦ યુએસ ડોલર જેટલો છે.

માત્ર સાન ફ્રાન્સિસ્કો જ ખંડનું સૌથી મોંઘુ શહેર ગણાય છે. ત્યાં પણ મકાન ભાડામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જે અંદાજે ર૦ ટકા એટલે કે ૩૮૦૦ યુએસ ડોલર જેટલો છે. ટોરોન્ટો ત્રીજા ક્રમે છે જયાં ૧ર ટકા જેટલો ઘટાડો બે બેડરૂમના મકાનના ભાડામાં જોવા મળ્યો છે. જે ર૬૩૦ યુએસ ડોલર જેટલો છે. જયારે મોન્ટ્રીયલમાં માત્ર ર.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. જે અંદાજે ૧૭પ૦ યુએસ ડોલર જેટલો છે.