ગુજરાતમાં 'ઘાતક કોરોના'નું વિકરાળ સ્વરૂપ, 21 જિલ્લામાં વકર્યો, બેના મોત
March 25, 2023

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં નવા 402 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આજે અમદાવાદમાં 219 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1529 પહોંચ્યો છે. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે સૌથી ખાસ વાત એ છે કે કોરોનાથી આજે બે મોત નોંધાયા છે.
ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.02 ટકા નોધાયો છે. જ્યારે અમદાવાદ અને કચ્છમાં એક એક વ્યક્તિનું મોત નોંધાયું છે.
રાજ્યમાં હાલ કુલ 1529 એક્ટિવ કેસ છે, જેમાંથી 07 દર્દીઓ વેન્ટીલેન્ટર પર છે. અને 1522 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 1267581 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. અને 11050 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 219 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન 28, સુરત કોર્પોરેશન 25, મોરબી 18, અમરેલી 15, મહેસાણા 12, રાજકોટ 12, વડોદરા 11, સાબરકાંઠા 9, સુરત 7, ગાંધીનગર કોર્પોરેશન 6, વલસાડ 5, ભરૂચ 3, જામનગર કોર્પોરેશન 3, નવસારી 3, આણંદ 2, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 2, અમદાવાદ 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, દોહાદ 1, ગીર સોમનાથ 1, કચ્છ 1, પંચમહાલ 1, પોરબંદર 1 એમ કુલ 402 કેસ નોધાયા છે.
Related Articles
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત
ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનો...
May 30, 2023
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું
ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજન...
May 30, 2023
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે ધીરેન્દ્ર...
May 30, 2023
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટા વચ્ચે ભારે પવન ફુંકાતા અનેક મકાનોના પતરાં ઉડ્યા
રાજ્યમાં પવનની તોફાની બેટિંગ:વરસાદી ઝાપટ...
May 30, 2023
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહીં પંજાબથી વાયા દિલ્હીનો રસ્તો ખૂલ્યો,
વિજય રૂપાણીના 'અચ્છે દિન' : ગુજરાતથી નહી...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023