ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર આ વર્ષે પરણી જશે

January 13, 2020

મુંબઇઃ બોલીવુડ અભિનેતા ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર અા વર્ષે પરણી જશે. ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર છેલ્લા બે વરસથી ડેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ પોતાની રોમેન્ટિક તસવીરો વારંવાર મુકીને પોતાના સંબંધને જાહેર કરતા હોય છે. હવે  આ યુગલ પોતાના સંબંધોને વધુ આગળ લઇ જવા માંગે છે તેઓ ૨૦૨૦ની સાલમાં લગ્ન કરે લે તેવી શક્યતા છે. જોકે ફરહાન તેમજ શિવાનીએ આ વાતને સમર્થન આપ્યું  નથી. સૂત્રના જણાવ્યા પ્રમાણે, ફરહાનની ફિલ્મ 'તુફાન  રિલીઝ થાય પછી લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વરસના અંતમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. પરંતુ કદાચ તેઓ આ પહેલાં લગ્ન કરીને લોકોને સપ્રાઇઝ પણ આપી શકે. લગ્નની તારીખ ફરહાન અને શિવાનીએ હજી ફાઇનલ કરી નથી. '' શિવાનીએ તાજેતરમાં તેની બહેન અનુષ્કા દાંડેકરના જન્મદિવસના  પ્રસંગે ફરહાનના બહુ વખાણ કર્યા હતા. તેણે તેને 'બેટર હાફ' તરીકે ગણાવ્યો  હતો. તેમજ  તેના  જીવનમાં  સુખદ બદલાવ લાવવા માટે તેણે ફરહાનનો આભાર માન્યો હતો.