દિલ્હીથી માંડીને પંજાબ સુધી ખેડુતોએ કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને લોહડીનો તહેવાર મનાવ્યો
January 13, 2021

ખેડુત સંગઠનો આગામી 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી માટે જનસમર્થન મેળવવાનાં પ્રયાસોમાં લાગી ગયા છે
નવી દિલ્હી- દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડુતોએ લોહડીનાં તહેવારનાં પ્રસંગે ત્રણ કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો, સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરતા કેન્દ્ર સરકારની સાથે પ્રસ્તાવિત બેઠક દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચાનાં પુર્વ ઘોષિત આંદોલનની રૂપરેખામાં કોઇ બદલાવ આવ્યો નથી, તે ઉપરાંત ખેડુત સંગઠનો આગામી 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી માટે જનસમર્થન મેળવવાનાં પ્રયાસોમાં લાગી ગયા છે.
ઉત્તર ભારતમાં લોહડીનો તહેવાર ખુબ લોકપ્રિય છે, આ દિવસોમાં લાંકડા એકત્રિત કરીને સળગાવવામાં આવે છે, અને સુખ તથા સમૃદ્ધીની કામના કરવામાં આવે છે, તહેવારના આ પ્રસંગે દિલ્હીની સિધું બોર્ડરથી માંડીને પંજાબનાં અમૃતસર, હોંશિયારપુર, સંગરૂર, કપુરથલા વગેરે શહેરોમાં ખેડુત સંગઠનોએ કેન્દ્ર સરકારનાં નવા કૃષિ કાયદાની કોપી સળગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો.
સંયુક્ત કિસાન મોરચાનાં નેતા બલબીર સિંહ રાજેવાલ, વગેરે નેતાઓએ સાંજે પાંચ વાગ્યે કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને લોહડી મનાવવામાં આવી, ખેડુતોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો, દેશભક્તિનાં ગીતો ગાઇને લોહડીનો તહેવાર મનાવવામાં આવ્યો, તેમણે જણાવ્યું કે તમામ પ્રદર્શન સ્થળો પર કૃષિ કાયદાની કોપીઓ સળગાવવામાં આવી, મોરચો આંદોલનને વધુ વ્યાપક બનાવવાની રણનિતી માટે બેઠક યોજશે.
Related Articles
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સર...
Jan 21, 2021
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટાન પહોંચ્યો, ભૂટાનના વડાપ્રધાન શેરિંગે જાતે સ્વાગત કર્યુ
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટ...
Jan 20, 2021
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ,...
Jan 20, 2021
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક્ટિવ કેસ હતા, હવે ફ્ક્ત 1.94 લાખ કેસ બચ્યા
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક...
Jan 20, 2021
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ...
Jan 20, 2021
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 ક...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021
.jpg)
20 January, 2021

20 January, 2021