પિતા બીમાર માસુમ પુત્રને લઈને 1 કિમી દોડ્યા, કોઈ રીક્ષાચાલક કે લોકો મદદે ન આવ્યા ને આખરે મોત

April 06, 2021

સુરત : સુરત જિલ્લાના ઉમરવાડાનો શ્રમજીવી હાથમાં બીમાર માસુમ પુત્રને લઈ એક કિલોમીટર સુધી દોડ્યો પણ એકેય રીક્ષાચાલકે માનવતા ન દાખવી હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ લવાયેલા 3 વર્ષના માસુમ બાળકને ડોક્ટરોએ મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસુમ મનીશકુમાર ત્રણ દિવસથી ઝાડા ઉલટીમાં સપડાયો હતો. સ્થાનિક ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે તબિયત બગડતા પુત્રને હાથમાં ઉંચકીને દોડતા લાચાર પિતાને લોકો જોતા રહ્યા પણ કોઈ મદદે ન આવ્યું હોવાનું પિતાએ જણાવ્યું હતું.

રજત સહાની (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે, અમે બિહારવાસી છે વર્ષથી પરિવાર એટલે કે પત્ની અને બે પુત્રો સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહી મજૂરી કામ કરતા આવ્યા છે. સાહેબ દરેક લોકોની મદદમાં મેં ક્યારે કોઈને ના નથી પાડી પણ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ નહિ આવ્યું એનું દુઃખ છે.