ટોરોન્ટોમાં હોમ ડેટા જાહેર કરવા બદલ રિયલ એસ્ટેટ બોર્ડ સામે કાર્યવાહીની ભીતિ

January 05, 2021

  • ટીઆરઆરઈબીએ રિયલોસોફી, ઝુકાસા અને હાઉસ સિગ્મા જેવી વેબસાઈટસને ચેતવણી આપી

ટોરોન્ટોે : ટોરોન્ટોે વિસ્તારના મકાન ખરીદનારાઓને ર૦૧૬માં ભલે માફી મળી હોય, જયારે કોમ્પીટીશન ટ્રીબ્યુનલે ટોરોન્ટોે રીજીયોનલ રિયલ એસ્ટેટ બોર્ડના વેચાણની જાણકારી જાહેર કરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો ચુકાદા સામે ટીઆરઆરઈબીની અપીલોને પગલે ટ્રીબ્યુનલના ચુકાદાને પડકારતા ફેડરલ કોર્ટ ઓફ અપીલ અને સુપ્રીમ કોર્ટ ઓફ કેનેડાએ કોમ્પીટીશન કમિશ્નર મેથ્યુ બોસવેલના ર૦૧૮ના ચુકાદાને રદ કરી દીધો હતો. જેમાં મકાન ખરીદનારાઓને હવે વેબસાઈટસની મદદથી વેચાણનો હોમ ડેટા ઉપલબ્ધ થઈ શકશે. જેનાથી લોકો ઓનલાઈન નજીકના વિસ્તારો અને કોન્ડો બિલ્ડીંગોની જાણકારી ઓનલાઈન મેળવી શકશેજો કે બે વર્ષથી વધુ સમય બાદ પણ ટોરોન્ટોેના રિયલ એસ્ટેટ સેકટરમાં ટીઆરઆરઈબીના ડેટા શેરીંગના ધારાધોરણોના પાલનમાં મુશ્કેેલીઓ આવી રહી છે. કેમ કે, કેટલાક બ્રોકર્સ અને થર્ડપાર્ટી ઓપરેટર્સને બોર્ડના નિયમોમાં ફસાઈ જવાનો ડર છે.

રિયલ એસ્ટેટ લિસ્ટીંગ સાઈટ બંગોલ સામે ટીઆરઆરઈબીએ ઓગષ્ટમાં બોર્ડના ડેટા નિયમોના ભંગ બદલ કેસ થયો હતો અને નવેમ્બરની ચોથી તારીખે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, એમણે ૯પ ટકા જેટલો વેબ ટ્રાફિક ઓછો થઈ ગયો છે અને હવે તેમનું ભાવિ ધુંધળું જણાય છેવેબસાઈટના સૂત્રોના જણાવ્યા મુજબ ૧પ વર્ષનો ડેટા દર ૩૦ મિનીટે અપડેટ થાય છે. જે ઓગસ્ટ બાદથી કોઈ અપડેટ થઈ શકયું નથીટીઆરઆરઈબીએ નવેમ્બરની રપમીએ રિયલોસોફી, ઝુકાસા અને હાઉસ સિગ્મા જેવી વેબસાઈટસને ચેતવણી આપી હતી કે હવે તેમની સાઈટની સમિક્ષા કરાશે. જેમાં ગેરમાર્ગે દોરનારો ડેટા મળી આવશે તો ગંભીર પરીણામો આવી શકે છેનિયમભંગ કરનાર બ્રોકરને પ૦૦૦૦ યુએસ ડોલર સુધીનો દંડ થઈ શકે છે. ર૦૧૬ના ટ્રીબ્યુનલના ચુકાદા છતાં સ્પષ્ટ છે કે, ટીઆરઆરઈબીના ડેટા માટેની વાત અમારા માટે દૂરની વાત છે એમ બોર્ડન લેન્ડર્સ ગ્રેવાઈસ એલએલપીના વકીલ સુબ્રાતા ભટ્ટાચાર્યએ કહ્યુંં હતું.