ફેડરરનો ઓસ્ટ્રેલિયન ઓપનમાં ૧૦૦મો વિજય મેળવ્યો

January 26, 2020

મેલબોર્ન : સ્વિત્ઝર્લેન્ડના ૩૮ વર્ષીય લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરે પાંચ સેટના ભારે સંઘર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના ૪૭માં ક્રમાંકિત જોન મિલમેનને ૪-૬, ૭-૬ (૭-૨), ૬-૪, ૪-૬, ૭-૬ (૧૦-૮)થી હરાવીને મેજર અપસેટ અટકાવ્યો હતો. ફેડરરે આ સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં કારકિર્દીનો ૧૦૦મો વિજય મેળવ્યો હતો. ત્રીજો સીડ ધરાવતા ફેડરરને ચાર કલાક અને ત્રણ મિનિટના સંઘર્ષ બાદ ઓસ્ટ્રેલિયન ઓપનની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો. હવે તેની ટક્કર હંગેરીના ફુસ્કોવિચ સામે થશે. ફેડરરે ભારે સંઘર્ષ બાદ હારની બાજીને જીતમાં પલ્ટી હતી. જ્યારે યોકોવિચે ખુબ જ સરળતાથી જાપાનના નિશિઓકાને ૬-૩,૬-૨, ૬-૨થી હરાવતા પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. હવે તે સર્બિયાના લાજોવિચને ૬-૨, ૬-૩, ૭-૬ (૯-૭)થી હરાવનારા આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાન સામે ટકરાશે. ૩૨મો ક્રમાંક ધરાવતા કેનેડાના રાઓનિકે છઠ્ઠો સીડ ધરાવતા ગ્રીસના યુવા ખેલાડી સિત્સિપાસને ૭-૫, ૬-૪, ૭-૬ (૭-૨)થી હરાવતા અપસેટ સર્જ્યો હતો. ફેડરરે ભારે સંઘર્ષ બાદ હારની બાજીને જીતમાં પલ્ટી હતી. જ્યારે યોકોવિચે ખુબ જ સરળતાથી જાપાનના નિશિઓકાને ૬-૩,૬-૨, ૬-૨થી હરાવતા પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. હવે તે સર્બિયાના લાજોવિચને ૬-૨, ૬-૩, ૭-૬ (૯-૭)થી હરાવનારા આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાન સામે ટકરાશે. ૩૨મો ક્રમાંક ધરાવતા કેનેડાના રાઓનિકે છઠ્ઠો સીડ ધરાવતા ગ્રીસના યુવા ખેલાડી સિત્સિપાસને ૭-૫, ૬-૪, ૭-૬ (૭-૨)થી હરાવતા અપસેટ સર્જ્યો હતો.