FIFA : મેચ પહેલા સ્વિત્ઝરલેન્ડના ખેલાડીઓની બસ પોલીસ કારને અથડાઈ

November 29, 2022

નવી દિલ્હી : ફિફા વર્લ્ડકપ 2022માં સતત ઘણા પ્રકારની ઘટનાઓ થઈ રહી છે. સોમવારે કતાર સ્ટેડિયમ પાસે સ્વિત્ઝરલેન્ડના ખેલાડીઓને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. આ બસ પોલીસ કારને જઈન અથડાઈ છે. સોમવારે સ્વિત્ઝરલેન્ડ અને બ્રાઝિલ વચ્ચેની મેચ પહેલા આ દુર્ઘટના સર્જાઈ હતી.

અહેવોલો અનુસાર આ ઘટના સમયે બસની સ્પિડ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રોડ પર ધીમે ધીમે વાહનો આગળ વધી રહ્યા હતા, તે સમયે ખેલાડીઓની બસ આગળ ચાલી રહેલી પોલીસ કાર સાથે અથડાઈ. જોકે આ ઘટનામાં વધુ નુકસાન થયું નથી અને ખેલાડીઓ પણ સુરક્ષિત મેદાનમાં પહોંચી ગયા હતા અને તમામ ખેલાડીઓ મેચ પણ રમ્યા.