FIFA World Cup: મોરોક્કો સામે હાર બાદ બેલ્જિયમમાં હિંસા ફાટી નીકળી
November 28, 2022

બેલ્જિયમ: ફિફા વર્લ્ડ કપ 2022માં મોરોક્કો સામેની હારને બેલ્જિયમના ફૂટબોલ ચાહકો પચાવી શક્યા નથી. પરિણામ એ આવ્યું કે, એ હારની વાસ્તવિક અસર બ્રસેલ્સની શેરીઓમાં દેખાઈ આવી છે કતારમાં ચાલી રહેલી ફિફા વર્લ્ડ કપ મેચમાં રવિવારે બેલ્જિયમ પર મોરોક્કોની જીત બાદ હિંસા ફાટી નીકળી છે. ત્યારબાદ બેલ્જિયમ પોલીસે એક ડઝન લોકોની અટકાયત કરી અને ધરપકડ પણ કરી હતી. બીજી તરફ વિરોધીઓએ બ્રસેલ્સમાં એક કાર અને કેટલાક ઈલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાવી દીધી હતી. બ્રસેલ્સમાં ઘણી જગ્યાએ તોફાનો ફાટી નીકળ્યાના અહેવાલો છે જેને કાબૂમાં લેવા માટે પોલીસને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. બેલ્જિયમની રાજધાનીમાં ડઝનેક સ્થળોએ રમખાણો થયા હતા જેમાંથી કેટલાક ફૂટબોલ ચાહકો મોરોક્કોના ધ્વજમાં લપેટાયેલા હતા. બીજી તરફ લોકોને નિયંત્રિત કરવા માટે પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પોલીસ પ્રવક્તા ઈલ્સે વાન ડી કીરેએ જણાવ્યું હતું કે હાલમાં અહીં સ્થિતિ નિયંત્રણમાં છે અને હિંસક અથડામણો થઈ હોય તેવા વિસ્તારોમાં સાવચેતીભર્યું પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે. બ્રસેલ્સના મેયર ફિલિપ ક્લોસે લોકોને શહેરના કેન્દ્રથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓ રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. સુરક્ષાના કારણોસર પોલીસે સાવચેતીના પગલારૂપે ત્યાં મેટ્રો અને ટ્રામ સેવા બંધ કરવી પડી હતી. હિંસા ફેલાતી રોકવા માટે મેટ્રો સ્ટેશનોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને શેરીઓમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ આતશબાજી સામગ્રી, પ્રોજેક્ટાઈલ અને લાઠીઓનો ઉપયોગ કર્યો હતો અને જાહેર મારેગ પર આગ ચાંપી દીધી હતી. આતશબાજીના કારણે એક પત્રકારના ચહેરા પર ઈજા થઈ હતી. પોલીસે હંગામો રોકવા અને તોફાનીઓને કાબૂમાં લેવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પોલીસ આ વિસ્તારોમાં તોફાની તત્વો પર સતત નજર રાખી રહી છે. પોલીસને આશંકા છે કે, શહેરમાં ફરી અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સાથે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ રમખાણો પાછળનું ચોક્કસ કારણ અને તેની પાછળ કોણ છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ આતશબાજી સામગ્રી, પ્રોજેક્ટાઈલ અને લાઠીઓનો ઉપયોગ કર્યો હતો અને જાહેર મારેગ પર આગ ચાંપી દીધી હતી. આતશબાજીના કારણે એક પત્રકારના ચહેરા પર ઈજા થઈ હતી. પોલીસે હંગામો રોકવા અને તોફાનીઓને કાબૂમાં લેવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પોલીસ આ વિસ્તારોમાં તોફાની તત્વો પર સતત નજર રાખી રહી છે. પોલીસને આશંકા છે કે, શહેરમાં ફરી અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સાથે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ રમખાણો પાછળનું ચોક્કસ કારણ અને તેની પાછળ કોણ છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
Related Articles
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્યું, અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા આવી શકે
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્ય...
Feb 02, 2023
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિર...
Jan 31, 2023
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હર...
Jan 29, 2023
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ દેખાયું:પોર્ટુગલની લીગમાં સામે આવ્યું, જાણો શા માટે ઉપયોગ કરવામાં આવ્યું
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ...
Jan 26, 2023
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો...
Jan 25, 2023
Trending NEWS

સીતારમણનું 5મું બજેટ:નાણામંત્રીની જાહેરાત- આઈડી તર...
01 February, 2023
.jpg)
કેનેડાના એક મંદિરની દીવાલો પર ભારત વિરોધી અને ખાલિ...
01 February, 2023

બજેટ પહેલા શેરબજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સ અને નિ...
01 February, 2023

ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટની જનતા પર...
31 January, 2023

આસારામને આજીવન કેદની સજા:સુરતની સગીરા પર દુષ્કર્મન...
31 January, 2023

ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટ...
31 January, 2023

કરીના આગામી ફિલ્મમાં કેટ વિન્સલેટની નકલ કરશે
31 January, 2023

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી -...
31 January, 2023

આર્યન ખાને લખેલી વેબ સીરિઝ ખરીદવા પડાપડી
31 January, 2023

કર્ણાટકમાં કૈલાસ ખેર પર બોટલો ફેંકી હુમલો
31 January, 2023