ED,CBI ના દુરુપયોગ સામે 14 વિરોધ પક્ષોની સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ, 5 એપ્રિલે સુનાવણી

March 24, 2023

દિલ્હી- સુપ્રિમ કોર્ટમાં 14  રાજનીતિક પક્ષોએ એક અરજી દાખલ કરી છે જેના પર આગામી 5 એપ્રિલના રોજ સુનાવણી થવાની છે. વિરોધ પક્ષોએ આ અરજીમાં કહ્યુ છે કે કેન્દ્ર સરકાર દેશની તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. રાજનીતિક વિરોધીઓની ધરપકડ કરી રહી છે. તપાસ એજન્સીઓ અને અદાલત માટે ધરપકડ અને રિમાન્ડ પર ગાઈડલાઈન બનાવવામા આવે. આ બાબતે આગામી 5 એપ્રિલનો રોજ સુનાવણી કરવામાં આવશે. આ મુદ્દે ખાસ વાત એ છે કે આ 14 વિપક્ષોમાં કોંગ્રેસ પણ સામેલ છે. 


અભિશેક સિંધવીએ સીજેઆઈ ડી. વાઈ ચંદ્રચુડને કહ્યુ કે રાજનીતિક વિરોધીઓની ધરપકડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાનુન લાગુ કરવાવાળી એજન્સીનો દુરુપયોગ સામે ચૌદ રાજનીતિક પાર્ટીઓએ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અમે ભવિષ્ય માટે દિશા-નિર્દેશ માંગીએ છીએ. 2014 પછી નોંધાયેલા કેસોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સજાનો દર માત્ર 4-5 ટકા જ છે.