ફરાળી હાંડવો

August 09, 2022

સામગ્રી

 • 1 નંગ બટાકાની છીણ
 • 1 કપ પલાળેલા સાબુદાણા
 • 1/2 કપ રાજગરાનો લોટ
 • 1/2 કપ શિંગોડાનો લોટ
 • 2 ચમચી શિંગદાણાનો ભૂકો
 • 1 ચમચી દહીં
 • ખાંડ જરૂર પ્રમાણે
 • 1 ચમચી જીરું અને તલ
 • 4-5 મીઠા લીમડાના પાન
 • 1 ચમચી લાલ મરચું
 • 1/2 ચમચી કાળા મરીનો ભૂકો
 • સ્વાદઅનુસાર સિંધવ મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ ઉપરની દરેક સામગ્રી મિક્સ કરીને પાણી ઉમેરી લો હવે તેનું જાડુ ખીરૂ તૈયાર કરો. હવે ગેસ પર કઢાઇ ગરમ કરો. તેમા એક ચમચી તેલ ઉમેરી તેમા જીરૂ ઉમેરો. હવે તેમા લીમડો ઉમરો. ત્યાર બાદ તૈયાર ખીરાને પુલ્લાની જેમ પાથરી લો. ગેસની આંચ ધીમી કરી ડીશ ઢાંકી લો. પાંચ મિનિટ બાદ તેને બીજી સાઇડથી શેકી લો. તૈયાર છે પુલ્લા સ્ટાઇલમાં ટેસ્ટી ફરાળી હાંડવો..