સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં FIR દાખલ, ભાજપના નગરસેવકની કોલેજના કર્મી સામે ફરિયાદ

February 02, 2023

અમદાવાદ : 0ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.COM સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર લીકની ઘટના બની હતી. હવે આ ઘટનામાં અંતે FIR નોંધાઈ છે. આ મામલે ગત રાત્રે રાજકોટમાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ભાજપના નગરસેવકની કોલેજની ભુમિકા બહાર આવી હતી. આ મામલે FSLની ટીમ તપાસ કરી રહી હતી.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હંમૈશા કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે ઓકટોબર મહિનામાં યોજાનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પેપર ફૂટ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના આજે 111 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદથી ભાજપના નગરસેવકની કોલેજના કર્મી જીગર ભટ્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસમાં ખૂલે એવા અન્ય નામો પણ આપવામાં આવ્યા હ.તા. રાજકોટના નગરસેવકની કોલેજની ભૂમિકા બહાર આવતા શહેરમાં આ મામલે ચર્ચાએ જોર પક્ડયુ હતું. આ મામલે કોલેજના અન્ય કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ શરુ થઈ ગઈ છે.