વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 10 ગોડાઉનમાં આગ, બ્રિગેડ કોલ કરાયો જાહેર

March 14, 2023

વલસાડના વાપીમાં આગની ઘટના સામે આવી છે. અહીં ડુંગરી ફળિયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચ્યો છે. જો કે આગ કયા કારણથી લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. એકસાથે 10 ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના કારણે આસપાસના અન્ય ગોડાઉન પણ તેની ઝપેટમાં આવ્યા હતા.

વાપીમાં એક સાથે જ 10 જેટલા ગોડાઉનમાં આગ લાગવાના કારણે 6થી વધુ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને તેઓએ પાણીનો મારો ચાલુ કર્યો હતો. વહેલી સવારમાં ઘટના બનતા આસપાસના લોકોના જીવ અધ્ઘર થયા હતા. લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને સાથે જ લોકોએ પણ આગ વધારે ન ફેલાય તે માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા.