મુરૈનાના હેતમપુર રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાં આગ લાગી

November 26, 2021

ભોપાલ- મધ્ય પ્રદેશમાં મુરૈના નજીક હેતમપુર સ્ટેશન નજીક ટ્રેન નંબર 20848 દુર્ગ સુપરફાસ્ટ એક્સપ્રેસની ચાર બોગીઓમાં આગ લાગી ગઈ. ટ્રેન ઉધમપુરથી દુર્ગ જઈ રહી હતી. પોલીસ, વહીવટીતંત્ર, રેલવે સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જેમણે આગ પર કાબૂ કરવાનુ શરૂ કરી દીધુ છે. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની જાણકારી નથી.


જાણકારી અનુસાર જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી ચાલીને છત્તીસગઢના દુર્ગ જઈ રહેલી આ ટ્રેનના એસી કોચ એ1 અને એ2માં આગ લાગી છે. જેમાં વૈષ્ણોદેવીથી પાછા ફરી રહેલા તીર્થયાત્રી પણ સામેલ છે. ઘટના સ્થળ પર હાજર લોકો અનુસાર કેટલાક મુસાફરમાં ટ્રેનથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં કેટલાક લોકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે. ટ્રેનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો જોઈને અંદાજો લગાવવામાં આવી શકે છે કે આગની ઘટના કેટલી ભયાવહ છે.