કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ફાયરિંગ, બે ભારતીય સહિત અનેક લોકોનાં મોત

July 26, 2022

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ફાયરિંગ થયું હોવાની માહિતી મળી રહી છે. જેમાં અનેક લોકોને ગોળી વાગી છે. મીડિયા રિપોટ્સ મુજબ ફાયરિંગમાં બે ભારતીય મૂળના લોકોના પણ મોત નિપજ્યા છે. 10 દિવસ પહેલાં જ કેનેડામાં રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

રિપુદમન સિંહનું નામ 1985માં એર ઈન્ડિયાની ફ્લાઈટના હાઈજેક કરનારાઓમાં સામેલ હતું. બાદમાં ફ્લાઈટમાં બોમ્બ વિસ્ફોટ થઈ ગયો હતો, જેમાં તમામ લોકોના મોત નિપજ્યા છે. જો કે 2005માં કોર્ટે પુરાવાના અભાવે મલિકને છોડી મૂકવામાં આવ્યા હતા.