પ્રથમ ટી૨૦: પાકિસ્તાને સા. આફ્રિકાને ચાર વિકેટે હરાવ્યું

April 11, 2021

જોહાનિસબર્ગઃ ઓપનર મોહમ્મદ રિઝવાને લડાયક અણનમ અડધી સદી ફટકારતા પાકિસ્તાને અહીં રમાયેલી પ્રથમ ટ્વેન્ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં યજમાન સાઉથ આફ્રિકાને એક બોલ બાકી રાખીને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે પાકિસ્તાન ત્રણ મેચની શ્રોણીમાં ૧-૦થી આગળ થઇ ગયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર આફ્રિકન ટીમે ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૮૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. આફ્રિકન ટીમ માટે ઓપનર એડેન માર્કરામે ૩૨ બોલમાં ૫૧ તથા હેનરિચ ક્લાસેને ૨૮ બોલમાં ૫૦ રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાને ૧૯.૫ ઓવરમાં છ વિકેટે ૧૮૯ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. રિઝવાને ૫૦ બોલમાં નવ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે અણનમ ૭૪ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફહિમ અશરફે ૧૪ બોલમાં ૩૦ રન ફટકારીને ટીમ માટે વિજયનો પાયો નાખી દીધો હતો. હેનડ્રિક્સે ૩૨ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.