પશ્વિમ બંગાળ / અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

July 04, 2020

નવી દિલ્હી. કોલકાતા માટે દિલ્હી, મુંબઇ, નાગપુર, ચેન્નઇ, અમદાવાદ અને પૂણેથી 6 થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ ઓપરેટ નહીં થાય. કોલકાતા એરપોર્ટે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. આ નિર્ણય કયા કારણે લેવામાં આવ્યો છે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામા આવી નથી. જોકે અગાઉ બંગાળ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમુક ફ્લાઇટ્સ બંધ કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. તેશી શક્યતા છે કે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામા આવ્યો હોય.