3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57 લોકોનાં મોત; આસામમાં પૂરથી 7 લાખ લોકો અસરગ્રસ્ત, રેલવેટ્રેક બન્યો આશરો

May 21, 2022

બેંગલુરુ  : ચોમાસા પહેલા જ દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ સર્જ્યો છે. બિહાર, આસામ અને કર્ણાટક આવા જ ત્રણ રાજ્યો છે, જ્યાં વીજળી પડવાથી અને પૂરના કારણે 57 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવતા વિનાશ સર્જ્યો છે. સેંકડો ગામોએ જળ સમાધિ લીધી છે. 7 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ખેડુતોનો પાક પણ નાશ પામ્યો છે.

દેશના કેટલાક ભાગોમાં હીટવેવ, વરસાદ, પૂર અને વીજળીએ કહેર મચાવ્યો છે. કેટલાક ભાગોમાં, જ્યાં લોકો સખત ગરમી સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદથી વિનાશ થયો છે. બિહારમાં શુક્રવારે વાવાઝોડું અને વીજળી પડવાને કારણે 16 જિલ્લામાં 33 લોકોનાં મોત થયાં હતાં.