તેવટિયાએ કહ્યું- કોચના કહેવા પર બેટિંગ પર ફોકસ કર્યું, હવે તેના લીધે જ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં પસંદ થયો

February 21, 2021

 


ઇંગ્લેન્ડ સામેની T-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયા જાહેર થઈ ગઈ છે. આ ટીમમાં હરિયાણાના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાને પણ જગ્યા મળી ગઈ છે. તેવટિયા ગયા વર્ષે UAEમાં થયેલી IPL-13માં એક ઓવરમાં 5 સિક્સ મારીને લાઈમલાઈટમાં આવ્યો હતો. તેણે 68 T-20માં 32.16ની એવરેજથી 965 રન બનાવ્યા અને 7.06ની ઈકોનોમી રેટથી 42 વિકેટ ઝડપી છે.

આજે તેઓએ મીડિયા દ્વારા પુછાયેલા સવાલોના જવાબો આપ્યા હતા.

ભારત ટીમમાં પસંદગી થવા પર તમે કોને ક્રેડિટ આપવા માંગો છો?
તેવટિયા: હું ભારતીય ટીમમાં મારી પસંદગીનો શ્રેય મારા પરિવાર ઉપરાંત કોચ વિજય યાદવ અને બીસીસીઆઈના ભૂતપૂર્વ ખજાનચી અનિરુધ ચૌધરીને આપું છે. મેં લેગ સ્પિનર ​​તરીકે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ યુઝવેન્દ્ર ચહલ અને અમિત મિશ્રા પહેલાથી જ હરિયાણાની ટીમમાં હતા. બંને આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં મને મોકો મળતો ન હતો. ત્યારબાદ મારા કોચ વિજય યાદવે મને કહ્યું હતું કે જો તારે હરિયાણા અને ભારતીય ટીમમાં સ્થાન બનાવવું હોય તો બોલિંગની સાથે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મેં બેટિંગ પર ધ્યાન આપ્યું. આજે તેમની વાત સાચી પડી. ઓલરાઉન્ડર હોવાથી મને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છેે.રાહુલ તેવટિયાએ તાજેતરમાં રિદ્ધિ પનુ સાથે સગાઈ કરી હતી.

અમિત મિશ્રા અને યુઝવેન્દ્ર ચહલ સાથે હરિયાણામાં રમવાથી તમને કેટલો ફાયદો થયો?
તેવટિયા: હંમેશાં અમિત મિશ્રા અને યુઝવેન્દ્ર ચહલ પાસેથી શીખવા મળે છે. બંનેએ હંમેશાં મારો આત્મવિશ્વાસ વધાર્યો. બોલિંગ દરમિયાન તેમણે ઘણી ટીપ્સ આપી હતી. તે મને મારી રમતને વધુ સુધારવામાં મદદ કરે છે.

શું તમને આશા હતી છે કે તમને ભારતની ટીમમાં તક મળશે?
તેવટિયા: હું મારા કામને સરખી રીતે કરવામાં માનું છું. આઈપીએલમાં મારે સારું પ્રદર્શન હતું. છેલ્લાં બે વર્ષથી હું સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં એક ઉત્તમ પરફોર્મર હતો. આવી સ્થિતિમાં મને ખાતરી હતી કે ટી ​​-20 માં મને ભારતીય ટીમ સાથે રમવાનો મોકો મળશે.ભારતીય ટીમમાં કયા ખેલાડી સાથે તમારું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે?

તેવટિયા: ભારત માટે રમવું ગર્વની વાત છે. હું ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા માટે ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે વરિષ્ઠ ખેલાડીઓનું માર્ગદર્શન મને વધુ સારું કરવા પ્રેરણા આપશે. મારું લક્ષ્ય જ્યારે તક આપવામાં આવે ત્યારે વધુ સારું કરવું છે જેથી મને ટી 20 વર્લ્ડ કપ માટે પણ ટીમમાં સ્થાન મળી શકે. મારું સ્વપ્ન ટી 20 વર્લ્ડ કપમાં ભારત તરફથી રમવાનું છે.