Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

લોકગાયક કિર્તીદાન ગઢવી માસ્ક વિના બેઠા હોવાથી પોલીસે 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

September 22, 2020

રાજકોટ : રાજકોટ શહેરમાં કોરોનાકાળ વચ્ચે લોકડાઉન દરમિયાન બ્રાન્ડ એમ્બેસેડરોની નિમણુંક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં લોકગાયક કિર્તીદાન ગઢવીની પણ નિમણુંક કરાઈ હતી. તેઓ સોમવારે મોડીસાંજે રાજકોટ રેસકોર્સ રિંગ રોડ ઉપર માસ્ક વિના બેઠા હોવાથી મહિલા પોલીસની ટીમે તેઓને માસ્ક ભંગ બદલ 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે, આવા વાયરલ મેસેજ બાદ પોલીસ અને કિર્તીદાન ગઢવીએ પોતાનું નિવેદન આપ્યું છે. આ વાતને લઈને હાલ એક મોટો ખુલાસો થયો છે.

રાજકોટવાસી અને રાજકોટ શહેર પોલીસના સહરક્ષક તરીકે સન્માનિત ગાયક કિર્તિદાન ગઢવી ગત મોડીસાંજે રેસકોર્સ રીંગરોડ પર નીકળતા તેમના મિત્રો, સમર્થકો પણ એકત્રિત થતા પોલીસ દોડી ગઈ હતી. માસ્ક ન પહેરતા પોલીસે દંડ લીધાની વાત ઉડી હતી, પરંતુ કિર્તિદાન અને પોલીસ બન્નેએ દંડનો ઈન્કાર કર્યો હતો..

સમગ્ર મામલે કિર્તિદાન ગઢવીના કહેવા મુજબ, હું અને મારા પત્ની લાંબા સમય બાદ આજે રેસકોર્સ રીંગરોડ પર વોકિંગમાં નીકળ્યા હતા. એ સમયે હું ચા પીવા ઉભો રહ્યો હતો. ત્યાંથી નીકળતા પરિચિત, સમર્થકો પણ મને જોઈને ઉભા રહી ગયા હતા. લોકોને જોઈ પોલીસ આવી હતી. પોલીસ આવત થોડા વધુ લોકો એકઠા થયા હતા. અમે તુરંત જ ત્યાંથી નીકળી ગયા હતા. માસ્ક ન પહેરેલું અને દંડની વાત ખોટી છે. હું દેશનો એક જવાબદાર નાગરિક છું, હા મેં માત્ર ચા પીવા સમયે જ માસ્ક સાવ નહીં માત્ર હોઠ પરથી જ સ્હેજ નીચે ઉતાર્યું હતું.