છાતીમાં દુખાવાની ફરિયાદને પગલે અણ્ણા હઝારે પુણેની હોસ્પિટલમાં દાખલ, હાલ તબિયત સ્થિર

November 25, 2021

છાતીમાં દુખાવાને પગલે સમાજસેવી અણ્ણા હઝારેને પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણે સ્થિત રૂબી હોલ ક્લિનિકના ચિકિત્સા અધિકારી ડૉ. અવધૂત બોડમવાડે જણાવ્યું કે અણ્ણા હઝારેને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે.