નવી વાયરસવિરોધી સારવારના પગલે, હવે 99.9 ટકા વાયરસ દર્દીના ફેફસાંમાં જ ખતમ થઇ જશે

May 19, 2021

બ્રિસ્બેન: કોરોનાના વાયરસથી સૈાથી વધુ નુકસાન માણસના ફેફસાંને થાય છે, પરંતુ હવે એક એવી એન્ટિવાયરસ થેરપી શોધાઇ છે કે જે ફેફસાંમાં હાજર કોવિડ-19ના કણોને 99.9 ટકા ખતમ કરી શકે  છે. ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સ્થિત મેન્જીન હેલ્થ ઇન્સ્ટિટયુટ કિવન્સલેન્ડના મદદનીશ મુખ્ય સંશોધક પ્રા. નિગેલ મૈકમિલન અને એમની ટીમે અમેરિકાના  સિટિ ઓફ હોપ  રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાાનિકો સાથે મળીને આ વાયરસવિરોધી સારવાર શોધી  છે. 
 આ સારવાર જેના આધારે કામ કરે છે એ ટેકનોલોજી કોવિડના કણોની માહિતી મેળવવા અને એને ખતમ કરવા માટે ગરમી ઇચ્છતી મિસાઇલરૂપે કામ કરે છે. સંશોધક પ્રા.મૈકમિલને કહ્યું કે આ સારવાર-પધ્ધતિથી વાયરસનું નવું ઉત્પાદન અટકી જશે, પરિણામે માણસની જાનહાનિ રોકાશે. આ સારવાર-પધ્ધતિમાં જિન સાઇલેન્સિંગ આરએનએ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. સૌ પહેલાં ઇ.સ.1990માં ઓસ્ટ્રેલિયામાં શોધાયેલી આ ટેક્નોલોજી અંતર્ગત જિન સાઇલેન્સિંગ આરએનએનો ઉપયોગ, શ્વસનને લગતા દર્દોના ઉપચારરૂપે કરે છે.
પ્રા. મૈકમિલને આમ જણાવીને ઉમેર્યું કે આ એક એવી ટેકનોલોજી છે કે જે આરએનએના નાના ટુકડાની સાથે કામ કરે છે. આ ટુકડા વાયરસના જિનોમ  સાથે જોડાઇ જાય છે, જેના પરિણામે જિનોમ કામ કરી શકતું નથી અને સંક્રમિત કોશિકાનો નાશ કરે છે. તામિફુલ, જાનામિવિર, અને રેમડેસિવિર જેવા પરંપરાગત વાયરસવિરોધી ઉપચાર કોરોનાના  લક્ષણને ઘટાડે છે. અને દર્દીને જલદી બેઠા થવામાં મદદ કરે છે, ત્યારે આ નવી ટેકનોલોજી, વાયરસના જિનોમ પર સીધો હુમલો કરવા માટે સ્મોલ ઇન્ટરફિયરિંગ આરએનએનો ઉપયોગ કરે છે. પરિણામે દર્દીના શરીરમાં નવા વાયરસ પેદા થઇ શકતા નથી.