હોસ્પિટલની બેદરકારીને કારણે પગ ગુમાવનાર ફૂટબોલ ખેલાડીનું મોત, પરિવારજનોએ કર્યો વિરોધ

November 15, 2022

ચેન્નઈ : તામિલનાડુની આર પ્રિયા, 18 વર્ષીય વિદ્યાર્થીની અને ફૂટબોલર, આજે સવારે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં મલ્ટી-ઓર્ગન ફેલ્યોરથી મૃત્યુ પામી હતી. પ્રિયાને પહેલા હ્રદય અને કિડનીની તકલીફ હતી અને ત્યારબાદ 15 નવેમ્બર મંગળવારના રોજ સવારે 7.15 કલાકે મલ્ટી-ઓર્ગન ફેલ્યોર બાદ તેનું અવસાન થયું હતું. પ્રિયા સ્ટેટ વેલની ફૂટબોલ ખેલાડી હતી અને ચેન્નાઈની ક્વીન મેરી કોલેજમાંથી ફિઝિકલ એજ્યુકેશનમાં ડિગ્રી મેળવી રહી હતી.

પ્રિયા આરના પરિવારના સભ્યો અને મિત્રોએ પોસ્ટ મોર્ટમ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પરિવારજનોની માંગ છે. જ્યારે પ્રિયાના મૃતદેહને શબઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે વિરોધ ફાટી નીકળ્યો હતો. દરમિયાન ડીસીપી, આલ્બર્ટ જ્હોને જણાવ્યું હતું કે "તપાસ માટે રચાયેલ ડોકટરોની ટીમના અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત અહેવાલ મુજબ દરેક ડૉક્ટરની દોષિતતા અથવા જવાબદારીના આધારે ફોજદારી કલમો ઉમેરવામાં આવશે".