પહેલીવાર કેનેડા મોટાભાગના સ્પર્ધાત્મક આર્થિક રેન્કીંગમાં અમેરિકાથી આગળ, ચીન પણ પાછળ ધકેલાયું

June 29, 2020

  • આઈએમડીના રેંકીંગમાં કેનેડા ૧૩મા સ્થાનેથી આગળ વધીને આઠમા સ્થાને આવી ગયું

મોન્ટ્રીયલ : અમેરિકાની ચીન સામેની નુકસાનકારી ટ્રેડવોર નીતિને કારણે અમેરિકા આર્થિક રેન્કીંગમાં કેનેડાથી પાછળ રહી ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા સ્વિસ બિઝનેસ સ્કુલ આઈએમડીના વાષ્રિક રેન્કીંગમાં કેનેડા ગયા વર્ષના તેના ૧૩મા સ્થાનેથી આગળ વધીને આઠમા સ્થાને આવી ગયું હતુંજયારે અમેરિકા તેના ગયા વર્ષના ત્રીજા સ્થાનેથી ગગડીને ૧૦મા સ્થાને આવી ગયું હતું. છેલ્લા કેટલાંક દાયકાઓથી રેન્કીંગમાં પોતાનો પ્રભાવ દર્શાવનારા અમેરિકા માટે વખતનો દેખાવ નિરાશાજનક અને ખરાબ રહ્યો છે. ૧૯૮૯થી ચાલી રહેલા રેન્કીંગમાં કેનેડાએ પહેલીવાર સારો દેખાવ કર્યો છે. રેન્કીંગ માટે વર્ષ ર૦૧૯ના ડેટાનો ઉપયોગ થયો હતો. પરંતુ બિઝનેસ લીડર્સના અભિપ્રાયો ર૦ર૦ના આરંભમાં લેવામાં આવ્યા હતા.

આઈએમડીએ એના અહેવાલમાં જણાવ્યું હતું કે, ચીન તેના ગયા વર્ષના ૧૪મા સ્થાનથી ર૦મા સ્થાને પહોંચ્યુ છે. જેનું કારણ ચીન અને અમેરિકા વચ્ચેનું ટ્રેડવોર છે. એનાથી બંને દેશોના અર્થતંત્રને નુકસાન થયું છે. એમનો સકારાત્મકવિકાસ રૂંધાઈ ગયો છેઆઈએમડીના કોમ્પીટીટીવનેસ સેન્ટરના વડા અનેફાઈનાન્સ પ્રોફેસર આર્ટુરો બ્રિસે કહ્યુંં હતું કે, દેખીતી રીતે ટોચના ૧૦ દેશોના અર્થતંત્રો હવે નાના અર્થતંત્રો બની ગયા છેનાનું અર્થતંત્ર હોવાનો અત્યારનો સૌથી મોટો ફાયદો તેમને અત્યારની વૈશ્વિક મહામારી સામેની લડતમાં એમની ક્ષમતામાંથી આવે છે. પરિણામે વૈશ્વિક સત્તાઓએ ઘણો સમય સંઘર્ષ કરવો પડશે. તેઓ નાના અર્થતંત્રવાળા દેશો સામે હવે નબળા પડયા છે.