ક્રિકેટમાં પહેલીવાર સચિન, વિરાટ અને અઝહર RCBમાંથી એકસાથે રમશે, કોહલી સાથે રમવાનું અઝહરનું સપનું સાકાર થશે

February 18, 2021

અમદાવાદ :IPL 2021 માટે ખેલાડીઓનું ઓક્શન ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે IPLમાં પહેલી વખત સચિન, વિરાટ અને અઝહર એક જ ટીમમાં એક સાથે રમતા જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાંથી વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરૂદ્દીન અને સચિન બેબી એક સાથે રમતા જોવા મળશે. જો કે કોહલી ઓક્શનનો હિસ્સો ન હતો.

IPLના ઈતિહાસમાં સૌથી મોઘા ખેલાડીની વાત કરવામાં આવે તો તે વિરાટ કોહલી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 17 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં રિટર્ન કર્યો હતો. જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીનને RCBએ તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અઝહરૂદ્દીને સૈયદ મુશ્તાક ટી-20માં માત્ર 37 બોલમાં સેન્ચુરી ફટકારીને વાહવાહી મેળવી હતી. તો સચિન બેબીને RCBએ તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો છે.

વિરાટ કોહલી
IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીની વાત કરવામાં આવે તો તે છે વિરાટ કોહલી. જેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 17 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં જ રિટર્ન કર્યો હતો. વિરાટ કોહલી શરૂઆતથી જ એક જ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે. કેપ્ટન તરીકે IPLનો એકપણ ખિતાબ ન અપાવનાર વિરાટ કોહલીને લીગમાં સૌથી વધુ પૈસા મળે છે. વિરાટને IPLની એક સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 17 કરોડ રૂપિયા આપે છે.

કેરળના જ સચિન બેબીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. 32 વર્ષનો સચિન કેરળ માટે મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તેણે 80 T-20માં 26.76ની એવરેજ અને 134.68ની સ્ટ્રાઇક રેટથી 1499 રન કર્યા છે. તે 2016માં બેંગલોરની ટીમનો ભાગ રહ્યો હતો. ત્યારે બેંગલોર રનરઅપ બન્યું હતું. ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાર્યું હતું.