યુરોપીયન સંઘનો પહેલી વખત રશિયા, ચીન, ઉ. કોરિયા પર સાઈબર પ્રતિબંધ

August 01, 2020

બ્રસેલ્સ : સાઈબર હુમલાઓ અંગે યુરોપીયન સંઘે સૌપ્રથમ વખત પગલાં ભર્યા છે. યુરોપીયન યુનિયન (ઈયુ)એ છ લોકો અને ત્રણ જૂથો પર સાઈબર પ્રતિબંધો મુકતાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયાની ઝાટકણી કાઢી હતી. યુરોપીયન યુનિયને રશિયન સૈન્ય એજન્ટો, ચીનના સાઈબર જાસૂસો અને ઉત્તર કોરિયાની એક કંપની સહિત કેટલાક સંગઠનો પર સાઈબર હુમલાના આરોપ મૂક્યા છે. યુરોપીયન સંઘે હાઈબર હુમલા બદલ છ લોકો અને ત્રણ જૂથો પર પ્રતિબંધો મૂક્યા છે, જેમાં રશિયાની જીઆરયુ મિલિટ્રી ઈન્ટેલિજન્સ એજન્સીના એજન્ટોનો પણ સમાવેશ થાય છે.

યુરોપીયન સંઘના મુખ્યાલયે એક નિવેદનમાં વર્ષ 2017ના 'વન્નાક્રાય' રેનસવેર, 'નોટપેટિયા' માલવેર અને 'ક્લાઉડ હોપર' સાઈબર જાસૂસી માટે આ સંસૃથાઓ અને લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. યુરોપીયન સંઘની વિદેશ નીતિના પ્રમુખ જોસેપ બોરેલે ગુરૂવારે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો હેઠળ પ્રતિબંિધત છ લોકો અને ત્રણ સંસૃથાઓના યુરોપીયન યુનિયનના સભ્ય દેશોમાં પ્રવાસ પર પ્રતિબંધ, સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ છે. ઉપરાંત આરોપી લોકો અને સંસૃથાઓને ભંડોળ પૂરૂં નહીં પાડવાની પણ જોગવાઈ છે. આ કેસમાં રશિયાની જીઆરયુ મિલિટ્રી ઈન્ટેલિજન્સના સભ્ય એવા ચાર રશિયન લોકોની પણ ઓળખ કરાઈ છે.

આ રશિયન નાગરિકો પર નેધરલેન્ડના સંગઠન પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ આૃથવા ઓપીસીડબલ્યુના વાઈ-ફાઈ નેટવર્કને હેક કરવાનો આરોપ છે. આ સંગઠન સીરિયામાં રાયાસણિક હિથયારોના ઉપયોગની તપાસ કરી રહ્યું છે. દરમિયાન વર્ષ 2018માં ઓપીસીડબલ્યુના વાઈ-ફાઈ નેટવર્ક પર કરાયેલા હુમલાને નેધરલેન્ડના અિધકારીઓએ નિષ્ફળ બનાવી દીધું હતું.