પહેલીવાર ભારત-પાકિસ્તાનની સેના એકસાથે કરશે યુદ્ધાભ્યાસ

August 13, 2022

દિલ્હી- શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) હેઠળ ભારત દ્વારા આયોજિત આતંકવાદ વિરોધી તાલીમમાં પાકિસ્તાન પણ ભાગ લેશે. પાકિસ્તાનની મીડિયાએ વિદેશ મંત્રાલયના હવાલાથી આ જાણકારી આપી છે. પાકિસ્તાનના એક પ્રમુખ અખબાર અનુસાર પાકિસ્તાન અને ભારતીય સેનાની ટુકડીઓ એક સાથે આતંકવાદ વિરોધી તાલીમમાં ભાગ લેશે. આ પહેલી વાર હશે જ્યારે પાકિસ્તાન ભારતમાં આ પ્રકારની તાલીમમાં ભાગ લેશે. 


પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અસીમ ઈફ્તિખારના હવાલાથી અખબારે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે પાકિસ્તાન એસસીઓના ક્ષેત્રીય આતંકવાદ વિરોધી માળખા હેઠળ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી તાલીમમાં ભાગ લેશે.


પ્રવક્તાએ કહ્યુ, એસસીઓ આરટીએસ હેઠળ તાલીમ હશે. ભારત આ વર્ષે એસસીઓ આરટીએસની અધ્યક્ષતા કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે આ તાલીમ ભારતમાં ઓક્ટોબરમાં માનેસરમાં આયોજિત થવાની છે. પાકિસ્તાન આનો સભ્ય છે તો અમે તેમાં ભાગ લઈશુ.
હરિયાણા માનેસરમાં યોજાનારી આ તાલીમમાં ભારત સિવાય રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની ભાગીદારી હશે. ભારત અને પાકિસ્તાન SCOના બેનર હેઠળ બીજિંગ સ્થિત નવ સભ્યોની પ્રાદેશિક સંસ્થાનો ભાગ છે.