દેશમાં બે પ્રકારના કાયદા, એક આર્યન જેવા માટે અને એક અજય મિશ્ર જેવા માટે :અજય સિંહ

October 13, 2021

સતના  : મધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં શાહરુખ ખાનના પુત્રનો મુદ્દો બની રહ્યો છે. ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સ લેવાના આરોપમાં પકડાયેલા ફિલ્મ-એક્ટર શાહરુખના પુત્ર આર્યનના સમર્થનમાં કોંગ્રેસનેતાઓ ઊતરી આવ્યા છે. રાજ્યના વિરોધપક્ષના નેતા અજય સિંહ રાહુલ રૈગાંવની ચૂંટણી સભામાં સ્ટાર પ્રચારક તરીકે પહોંચ્યા હતા. તેઓ એ મંચ પરથી જ આર્યન પર વાત કરવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે આર્યનની પાસેથી કંઈ જ મળ્યું નથી. તેની વિરુદ્ધ કોઈ પુરાવા જ નથી.

અજય સિંહે દેશમાં કાયદો વ્યવસ્થા પર પણ નિશાન સાધ્યું, તેમણે કહ્યું, આ દેશમાં બે પ્રકારના કાયદા છે- એક અજય મિશ્ર જેવા લોકો માટે અને એક આર્યન ખાન જેવા લોકો માટે. આ વાત તમારે બધાએ સમજવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અજય સિંહનો હુમલો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર પર હતો, જેમનો પુત્ર આશિષ UPના લખીમપુર હિંસા મામલામાં મુખ્ય આરોપી છે.