ફુડ ડીલીવરી એપ્સને રેસ્ટોરાં માટેની ફી ઘટાડવા ફોર્ડની અપીલ

October 17, 2020

સરકાર સેકટરના લોકો માટે ૩૦૦ મિલીયન યુએસ ડોલરની રાહત આપશે

ઓન્ટેરિયો : ઓન્ટેરિયોના પ્રિમીયર ડગ ફોર્ડે કોવિડ -૧૯ને કારણે મુશ્કેલીમાં મુકાયેલા રેસ્ટોરાં બિઝનેસને મદદરૂપ થવા ઉબેર ઈટસ જેવા ફુડ ડીલીવરી એપ્સને તેમની ફી ઘટાડવા વિનંતી કરી હતી. ઓન્ટેરિયોના એટોબિકોક ખાતે મંગળવારે ફોર્ડે કહ્યુંં હતું કે,' અમને તમારી મદદની જરૂર છે. જેથી રેસ્ટોરાં ચાલુ રહી શકે. જો તમે તમારી ડીલીવરીની ફી ઘટાડો તો રેસ્ટોરાં બચી શકશે. કેમ કે આરોગ્યલક્ષી પગલાઓને કારણે ઈન્ડોર ડાયનીંગ પર પ્રતિબંધ છે. પ્રતિબંધો ટોરન્ટો, પીલ પ્રાંત અને ઓટાવામાં કોવિડ -૧૯ના બીજા તબક્કાને કારણે લાદવામાં આવ્યા છેતેમણે એમ પણ કહ્યુંં હતું કે, અમને પગલા લેવા ગમતા નથી. કેમકે એની ભારે અસર તમારા પર પડી રહી છે. તેમણે લોકોને પણ ટેક અવે ઓર્ડર આપવા પણ વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યુંં કે, અમારે તો પોતાનાઓને ટેકો આપવાનો હોય છે. એટલે અમે માત્ર એવું વિચારી શકતા નથી કે રેસ્ટોરાંના કુકની નોકરી વધુ મહત્વની છે કે ડીલીવરી કરનારા ડ્રાઈવરની કામગીરી મહત્વની છે. બિઝનેસ ચલાવવો કે બંધ રાખવો એનો નિર્ણય એમણે લેવાનો છે. મંગળવારે ફોર્ડે કહ્યુંં હતું કે. તેમની સરકાર સેકટરના લોકો માટે ૩૦૦ મિલીયન યુએસ ડોલરની રાહત આપશે. જે મોટેભાગે પ્રોપર્ટી ટેક્ષમાં અને પાણીના બીલમાં રાહતના રૂપમાં હશે. ઓન્ટેરિયો રેસ્ટોરાં હોટેલ એન્ડ મોટેલ એસોસિયેશનના પ્રમુખ અને સીઈઓ ટોની એલેનીસે કહ્યુંં હતું કે, ડીલીવરી માટેના કમીશનનો દર મહામારી બાદ ખૂબ વધી ગયો છે. કંપનીઓ રેસ્ટોરાં પાસેથી ઓર્ડરની રકમના ૩૦ ટકા જેટલું કમિશન વસુલે છે.