ખેડૂત આંદોલનમાં હવે એવોર્ડ વાપસીની શરૂઆત, પંજાબના પૂર્વ CMએ પાછો આપ્યો પદ્મ વિભૂષણ
December 03, 2020

કૃષિ કાયદાની વિરૂદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન વધી રહ્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલએ કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ પાછો આપી દીધો છે.
પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો, જેમાં કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો, ખેડૂતો પર કાર્યવાહીની નિંદા કરી અને તેમનું સન્માન પાછું આપવામાં આવ્યું.
પોતાનો પદ્મવિભૂષણ પાછો આપતા પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે લખ્યું કે, ‘હું એટલો ગરીબ છું કે મારી પાસે ખેડૂતો માટે બલિદાન કરવા માટે કશું જ નથી, હું જે પણ છું ખેડૂતોના લીધે છું. એવામાં જો ખેડૂતોનું અપમાન થઇ રહ્યું હોય તો કોઇપણ પ્રકારનું સમ્માન રાખવાનો કોઇ ફાયદો નથી. પ્રકાશસિંહ બાદલે લખ્યું કે, જે પ્રકારની છેતરપિંડી ખેડૂતો સાથે કરવામાં આવી છે, તેનાથી તેઓને ઘણું નુકસાન થયું છે. ખોટા દ્રષ્ટિકોણથી જે રીતે ખેડૂત આંદોલનોને રજૂ કરવામાં આવી રહ્યા છે તે દુ:ખદાયક છે.
આ પહેલા પણ બાદલ પરિવાર દ્વારા કૃષિ કાયદાઓનો મોટો વિરોધ કરવામાં આવ્યો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીયમંત્રી પદે પરથી રાજીનામું આપ્યું હતું અને કેન્દ્રના નવા કાયદાઓને ખેડૂતોની સાથે થયેલી મોટી છેતરપિંડી ગણાવી હતી. માત્ર એટલું જ નહીં અકાલી દળના એનડીએથી અલગ થયાની જાહેરાત કરીને સુખબીર બાદલે પંજાબની ચૂંટણીઓમાં એકલા લડવાની જાહેરાત કરી હતી.
અકાલી દળ પંજાબમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહી છે. જોકે કેપ્ટન અમરિંદર સિંહ પણ અકાલી દળ પર પ્રહારો કરી રહ્યા છે અને તેમણે અકાલી દળને ઘેરી લીધી છે. અમરિંદરે આરોપ લગાવ્યો હતો કે જ્યારે આકાલી દળ કેન્દ્ર સરકારમાં સામેલ હતી ત્યારે આ કાયદો બનાવવામાં આવ્યો હતો, તો પછી ત્યારે વિરોધ કેમ નહોતો થયો.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાયદાઓનો વિરોધ સૌથી વધુ પંજાબમાં થઇ રહ્યો છે. છેલ્લા બે મહિનાથી પંજાબના ખેડૂતો રસ્તાઓ પર ઉતર્યા છે, પરંતુ હવે છેલ્લાં એક અઠવાડિયાથી દિલ્હીની કૂચ કરી છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારોને ખેડૂતોએ સંપૂર્ણપણે ઘેરી લીધા છે અને અહીં છાવણી જમાવી દીધી છે.
Related Articles
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સર...
Jan 21, 2021
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટાન પહોંચ્યો, ભૂટાનના વડાપ્રધાન શેરિંગે જાતે સ્વાગત કર્યુ
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટ...
Jan 20, 2021
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ,...
Jan 20, 2021
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક્ટિવ કેસ હતા, હવે ફ્ક્ત 1.94 લાખ કેસ બચ્યા
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક...
Jan 20, 2021
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ...
Jan 20, 2021
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 ક...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021
.jpg)
20 January, 2021

20 January, 2021